ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસામાં 350 થી પણ વધુ સ્થળો પર ગણેશજીની સ્થાપના કરાઈ - Deesa news

ડીસાઃ ભાદરવા ચોથ એટલે ગણેશ ચતુર્થી. ભારતભરમાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી અને સાત દિવસ સુધી ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લામાં પણ તમામ તાલુકાઓમાં હોમ હવન કરી ગણેશજી મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. ડીસા શહેરમાં પણ 350થી પણ વધુ નાની મોટી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી.

ગણેશ ચતુર્થી

By

Published : Sep 3, 2019, 12:20 PM IST

પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શંકરની ભક્તો દ્વારા પૂજા કરવામાં આવે છે. ત્યાર બાદ શ્રાવણ પૂરો થયાને ચાર દિવસ બાદ ભગવાન શંકરના પુત્ર ગણપતિના ચોથના દિવસથી ભક્તો સાત દિવસ સુધી પૂજા અર્ચના કરે છે અને સાત દિવસ પુરા થતા અગિયારસના દિવસે તેમની મૂર્તિને નદી કે દરિયામાં વિસર્જન કરવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લામાં પણ તમામ જગ્યાએ ગણેશજીની ઢોલ અને ડી.જે સાઉન્ડ સાથે બજારોમાં ગણેશજીની મૂર્તિ ફેરવી અને સ્થાપના કરવામાં આવી હતી.

ગણેશ ચતુર્થી

ડીસા તાલુકામાં પણ સવારથી જ ગણેશજીની મૂર્તિઓનું ખરીદવાનું શરૂ થઈ ગયું હતું અને તમામ જગ્યાઓ પર વિધિવત રીતે ભગવાન ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. સાત દિવસ ચાલનાર આ ગણેશ ઉત્સવમાં દરેક ભક્તોની ગણેશજી મનોકામના પૂર્ણ કરે છે.

વિવિધ જગ્યાઓ પર સાડા ત્રણસોથી પણ વધુ ગણપતિની હોમ હવન કરી અને તમામ જગ્યાઓ પર મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી. ગણેશ ચતુર્થીના સાત દિવસ સુધી ગણપતિની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. અમુક વિસ્તારોમાં ગણેશજીના ગરબા, નિત્ય કલા કરી અને ગણેશ ઉત્સવને સાત દિવસ સુધી ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details