બનાસકાંઠા: હિન્દુ સંસ્કૃતિમાં દરેક કામની શરૂઆત ગણેશજીની આરાધનાથી થાય છે. ગણેશજીને તમામ વિધ્નોને હરનાર એટલે કે રુકાવટોને દૂર કરનાર તરીકે માનવામાં આવે છે, ત્યારે તાજેતરમાં ગણપતિ ઉત્સવની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસ વચ્ચે લોકો આ વર્ષે અલગ અલગ પ્રકારે ઘરે ગણેશજીની આરાધના કરી રહ્યાં છે. આજથી 20 વર્ષ પહેલા કાણોદર ગામે રહેતા હેમુભાઈના મોટા દીકરાના લગ્ન હોવાથી ઘરમાં ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. જે બાદ જીનીશાએ આ મૂર્તિ જોઈને તેને પણ ગણેશજીની મૂર્તિ બનાવવાનું મન થયું હતું. જે બાદ આ ત્રણ વર્ષની બાળા જીનીશા જગદીશ ધારવાને ગણેશ ચતુર્થીનો તહેવાર હોવાથી જ્યાં આખા દેશમાં ભાવિકો દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવી રહી છે.
બનાસકાંઠા જિલ્લાના કાણોદર ગામે ત્રણ વર્ષીય બાળકીએ વાસણમાંથી બેસ્ટ ગણપતિ બનાવ્યા ટીવીમાં પણ ગણપતિજીના ગીતો આવી રહ્યાં હતા. કાણોદર ગામમાં ૩ વર્ષની બાળકી જીનીશા જગદીશભાઈ ધારવાએ રાત્રે જીદ પકડી કે મારે ગણપતિ બનાવવા છે. એટલે દાદા હેમુભાઈ અને દાદી વાલીબેને પૌત્રી જીનીશાને ઘર વપરાશના વાસણો આપ્યા હતાં. જેનીશાને શીખવાડ્યું એમ ગણપતિજીની મૂર્તિ બનાવી દીધા, જેમાં ડિશમાંથી મોઢું અને કાન, ઘડાથી પેટ, ગ્લાસમાંથી સૂંઠ, લોટાનો ઉપયોગ કરી પગ અને મૂષક, ચમચીમાંથી આંખો અને વાટકીથી બે હાથ બનાવીને અનોખી કૃતિ બનાવી હતી.
બનાસકાંઠા જિલ્લાના કાણોદર ગામે ત્રણ વર્ષીય બાળકીએ વાસણમાંથી બેસ્ટ ગણપતિ બનાવ્યા દર વર્ષની જેમ આ વર્ષે પણ જીનીશાના દાદા લાડુ લાવ્યા હતા એ પ્રસાદીના લાડુની ફરીથી પ્રસાદી કરી પૌત્રી દ્વારા બનાવાયેલા ગણેશજીને ધરાવી એના ચહેરા પરનું સ્મિત જોવાલાયક હતું. શ્રદ્ધાની આ રીત પણ અનોખી મૂર્તિ બનાવી હતી. આ બાળા રમવાને બદલે અવનવી પદ્ધતિ થી કંઈકને કઈક પ્રવુતિ કરતી રહેતી હોય છે. જેમાં રમકડાંમાંથી કેક બનાવવી કાગળ અને બોલપેનમાંથી અવનવી વસ્તુ બનાવવી વગેરે કાર્યો કરતી હતી. પરિવાર જીનીશાને મદદરૂપ થતા હતા. હાલમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે લોકો સૌથી વધુ માટીની મૂર્તિઓની સ્થાપના કરી છે, ત્યારે કાણોદરની ત્રણ વર્ષીય બાળકીએ આ વર્ષે વાસણમાંથી અનોખી ગણેશજીની મૂર્તિ બનાવી છે.
જીનીશાના દાદીએ જણાવ્યું હતું કે, મારી પૌત્રીને ગણેશ ચતુર્થીના રાત્રે વિચાર આવ્યો કે મારે ગણેશજીની મૂર્તિ બનાવી છે. ઘરના વાસણોથી એને મૂર્તિ બનાવી હતી અને હાલ ગણેશ ઉત્સવમાં ગણેશજીની રોજે રોજ પૂજા કરી રહી છે. કાણોદર ગામની ત્રણ વર્ષીય જીનીશા બાળપણથી અવનવા પ્રયોગ કરીને એના મનની ઈચ્છા અને જીદ પુરી કરતી રહી છે. અમે તને સહયોગ કરીએ છીએ. હાલમાં તેને ગણેશજીની મૂર્તિ બનાવવા માટે અમારું આખું પરિવાર તેને મદદમાં જોડાયા હતા.