બનાસકાંઠા : જિલ્લાના થરાદમાં ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે સેવા સપ્તાહ અંતર્ગત 14થી 20 સપ્ટેમ્બર સુધી સેવાના વિવિધ કાર્યક્રમો જેવા કે ફ્રૂટ વિતરણ, માસ્ક અને સેનેટાઇઝર વિતરણ, વૃક્ષારોપણ, કાપડની થેલી વિતરણ(પ્લાસ્ટિક મુક્ત થરાદ), ગૌ માતાને ઘાસ, જેવા સેવાકીય કાર્યો સપ્તાહ દરમિયાન કરવામાં આવશે.
વડાપ્રધાન મોદીના જન્મદિવસની સાપ્તાહિક ઉજવણી નિમિતે બીજેપી દ્વારા ફ્રૂટ વિતરણ કરાયું
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન નિમિતે સેવા સપ્તાહ અંતર્ગત થરાદ શહેરમાં ભાજપ દ્વારા રેફરલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામા આવ્યું હતું.
થરાદ : વડાપ્રધાન મોદીના જન્મદિવસની સાપ્તાહિક ઉજવણી નિમિતે બીજેપી દ્રારા ફ્રુટ વિતરણ કરવામાં આવ્યુ
જેના ભાગ રુપે બુધવારે થરાદની રેફરલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યુ હતું. જેમાં ભાજપના અગ્રરણીઓ સહિત તમામ કાર્યકરો હાજર રહ્યા હતા.