ગુજરાત

gujarat

ETV Bharat / state

થરાદ ચેકપોસ્ટથી ચોખાના કોથળા નીચેથી સંતાડીને લવાતો રૂ. 39.87 લાખનો દારૂ ઝડપાયો

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં ફરી એક વાર રાજસ્થાનમાંથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા દારૂના જથ્થાને પોલીસે ઝડપી પાડયો છે. બનાસકાંઠાના થરાદ પાસે આવેલા ખોડા ચેક પોસ્ટ પરથી દારૂ અને ટ્રેલર સહિત બે આરોપીઓની અટકાયત કરી છે. જ્યારે રૂ. 39.87 લાખનો મુદ્દામાલ કબજે કરી થરાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

થરાદ ચેકપોસ્ટથી ચોખાના કોથળા નીચેથી સંતાડીને લવાતો રૂ. 39.87 લાખનો દારૂ ઝડપાયો
થરાદ ચેકપોસ્ટથી ચોખાના કોથળા નીચેથી સંતાડીને લવાતો રૂ. 39.87 લાખનો દારૂ ઝડપાયો

By

Published : Feb 21, 2021, 3:12 PM IST

  • ખોડા ચેક પોસ્ટ પરથી દારૂ ઝડપાયો
  • પોલીસ કુલ રૂ. 39.87 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
  • બે આરોપીની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી

બનાસકાંઠાઃ આ અંગે મળતી માહિતી અનુસાર, ખોડા ચેક પોસ્ટ પરથી વિદેશી દારૂ ઝડપાયો થરાદ પાસે આવેલા ખોડા ચેક પોસ્ટ પર ગુજરાતમાં લઈ જવાતો મોટા પ્રમાણમાં દારૂ ઝડપાયો ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટીઓ નંગ 325 કુલ બોટલ નંગ 4,500 એમ કુલ મળીને 15.30 લાખ રૂપિયાનો દારૂ તેમ જ ટ્રેલર ગાડીની કિંમત 10 લાખ તેમ જ ચોખાના કટ્ટા નંગ 726 કુલ રૂપિયા 14.52 લાખ તેમ જ મોબાઈલ નંગ 1 કિંમત રૂપિયા 5 હજાર એમ કુલ મળીને 39.87 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

થરાદ ચેકપોસ્ટથી ચોખાના કોથળા નીચેથી સંતાડીને લવાતો રૂ. 39.87 લાખનો દારૂ ઝડપાયો
ચોખાના કટ્ટાની નીચે દારૂ છુપાવેલો હતો

થરાદ પાસે આવેલા ખોડા ચેકપોસ્ટ પર પોલીસની સતર્કતાના કારણે બુટલેગરોનો આ કિમીયો નિષ્ફળ નીવડ્યો છે. પોલીસે ટ્રેલર ચાલક પર શંકા જતા જ ટ્રેલર ને થોભાવી તપાસ કરી હતી . જેમાં ચોખાના કટ્ટાની નીચે દારૂની 4500 બોટલ મળી આવી હતી. આથી પોલીસે દારૂ અને ટ્રેલર સહિત 39.87 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

થરાદ ચેકપોસ્ટથી ચોખાના કોથળા નીચેથી સંતાડીને લવાતો રૂ. 39.87 લાખનો દારૂ ઝડપાયો
બે આરોપીની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી

બનાસકાંઠાના થરાદ પાસે આવેલા રાજેસ્થાનની બોડર પર આવેલા ખોડા ચેક પોસ્ટ પરથી મોટી માત્રામાં વિદેશી દારૂ સાથે બે આરોપીની ધરપકડ કરી છે. જ્યારે હરિયાણાના કૈથલ ગામના રહેવાસી ટ્રેલર ચાલક રામનિવાસી વેદપ્રકાશ પ્રજાપતિ અને બલીન્દ્રના ધનારામ ચમારની અટકાયત કરી છે. જ્યારે દારૂ ભરાવનારા સહઆરોપી રવિ રોહતક સહિત ત્રણ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details