પાલનપુરઃ કોરોના વાઈરસની મહામારી વચ્ચે અમીરગઢ બોર્ડર પરથી અત્યાર સુધી અનેક ગેરકાયદેસર હથિયારો લાવતા તત્વો ઝડપાઈ રહ્યા છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ ચેકપોસ્ટ એ રાજસ્થાનને અડીને આવેલી હોવાથી રોજબરોજ બહારથી આવતા લોકો અનેક હથિયારો રાજસ્થાનમાંથી અમીરગઢ બોર્ડર પરથી પસાર કરી લઇ જતાં હોય છે.
અમીરગઢ ચેકપોસ્ટ પરથી રિવોલ્વર અને જીવતા કારતૂસ સાથે ચાર લોકોની પોલીસે કરી અટકાયત - બનાસકાંઠા ન્યૂઝ
અમીરગઢ પોલીસ જ્યારે વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન અમીરગઢ ચેકપોસ્ટ પરથી ગેરકાયદેસર રિવોલ્વર અને જીવતા કારતૂસ સાથે ચાર લોકોની અટકાયત કરી હતી.
ત્યારે છેલ્લા ચાર મહિનામાં અમીરગઢ પોલીસે ગેરકાયદેસર રીતે હથિયારો લઇ જતા અનેક તત્વોને અમીરગઢ બોર્ડર પરથી ઝડપી પાડ્યા છે. અમીરગઢ ચેકપોસ્ટ પર અમીરગઢ પોલીસ વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન અમદાવાદ અને ઉત્તરપ્રદેશના રહેવાસી ચાર શખ્સોને પોલીસે ઉભા રાખી પુછપરછ કરી હતી. આ દરમિયાન તેઓ પોલીસને જોઇને ગભરાઇ ગયા હતા અને પોલીસે તેમની ગાડીની તલાસી લેતા તેમની ગાડીમાંથી રિવોલ્વર અને જીવતા કારતૂસ સહિત 5.61 લાખનો મુદ્દામાલ કબજે કરી ચારેય આરોપીને અમીરગઢ પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા.
જ્યાં અમીરગઢ પોલીસે ત્યારે લોકોની અટકાયત કરી આ રિવોલવોર ક્યાંથી લાવી હતી અને ક્યાં લઈ જઈ રહ્યા હતા તે દિશામાં તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ ચેકપોસ્ટ રાજસ્થાનને અડીને આવેલી હોવાથી અનેક શખ્સો દ્વારા રોજબરોજ ગેરકાયદેસર વસ્તુઓ અમીરગઢ બોર્ડર પરથી રોજબરોજ ગુજરાત અને અન્ય રાજ્યોમાં મોકલવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા આવા શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો જ આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લાની ચેકપોસ્ટ પરથી ગેરકાયદેસર હથિયારો ઘુસાડતા તત્વો અટકી શકે તેમ છે.