ગુજરાત

gujarat

ETV Bharat / state

BSF જવાન થયો શહિદ, પાર્થિવદેહને તેના માદરે વતન વડગામ લવાયો - LATEST NEWS OF VBADGAM

હાલમાં ભારત ચીન વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે અને આ ઘર્ષણમાં અનેક જવાન શહીદ થયા છે, ત્યારે બનાસકાંઠાના ઘોડિયાલ ગામના BSFમાં ફરજ બજાવતા આશિષભાઈ વાલમિયા પણ ચાર દિવસ અગાઉ શહીદ થતાં આજરોજ બુધવારે તેમના પાર્થિવદેહની અંતિમયાત્રા નીકળતા સમગ્ર ગામ ધ્રુસકે ભરાયું હતું.

BSF જવાન થયો શહિદ, પાર્થિવદેહને તેના માદરે વતન વડગામ લવાયો
BSF જવાન થયો શહિદ, પાર્થિવદેહને તેના માદરે વતન વડગામ લવાયો

By

Published : Jun 17, 2020, 7:42 PM IST

વડગામ (બનાસકાંઠા): ભારત-ચીનની સરહદ પર તણાવ વધી રહ્યો છે, ત્યારે જવાનો શહીદ થવાની ખબરથી દેશમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. 4 દિવસ પહેલા એક જવાન શહીદ થયો હતો. જેનો પાર્થિવ દેહ બુધવારે તેના વતન વડગામના ઘોડિયાલ ગામે લવાયો હતો.

BSF જવાન થયો શહિદ, પાર્થિવદેહને તેના માદરે વતન વડગામ લવાયો

મળતી માહિતી પ્રમાણે, આશિષ નામનો જવાન વર્ષ 2012માં BSFમાં જોડાયો હતો અને આઠ વર્ષ સુધી દેશસેવા કરી હતી. ચાર દિવસ અગાઉ કોલકત્તા ખાતે દેશની સેવા કરતા કરતા તે શહીદ થયો હતો. જેનો પાર્થિવદેહ આજે તેના વતન ઘોડિયાલ લવાયો હતો.

BSF જવાન થયો શહિદ, પાર્થિવદેહને તેના માદરે વતન વડગામ લવાયો

દાંતીવાડા BSFની બટાલિયન અને વડગામ છાપી પોલીસ સાથે રહીને આશિષભાઈ વાલમિયાના પાર્થિવ દેહને લશ્કરી સન્માન સાથે અંતિમક્રિયા માટે લઈ જવામાં આવ્યો હતો. ગામમાંથી જ્યારે અંતિમયાત્રા નીકળી ત્યારે આખા ગામમાં શોકનો માહોલ પ્રસરી ગયો હતો. ગામલોકોએ પણ પોતાની દુકાનો બંધ રાખી ભીની આંખે શ્રદ્ધાંજલિ સાથે વિદાય આપી હતી. BSF દ્વારા આશિષ વાલ્મીયાને સલામી આપી જય હિન્દ ના નારા સાથે અંતિમ ક્રિયા પૂર્ણ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details