ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠાના પશુપાલકોની સ્થિતિ ‘પડ્યા પર પાટું’ જેવી, બનાસડેરીની 46 દૂધ મંડળીઓ બંધ કરાઇ - દૂધ મંડળીઓનું દૂધ લેવાનું બંધ

બનાસકાંઠા જિલ્લામાં બનાસડેરી દ્વારા કોરોના ગ્રસ્ત વિસ્તારમાં આવેલી 46 દૂધ મંડળીઓનું દૂધ લેવાનું બંધ કરવામાં આવ્યું છે. જેથી હજારો પશુપાલકોની હાલત કફોડી બની છે.

બનાસકાંઠા જિલ્લામાં બનાસડેરી દ્વારા 46 ડેરી બંધ કરવામાં આવી
બનાસકાંઠા જિલ્લામાં બનાસડેરી દ્વારા 46 ડેરી બંધ કરવામાં આવી

By

Published : May 8, 2020, 4:21 PM IST

બનાસકાંઠા : રેડ ઝોનમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં હજારો પશુપાલકોની હાલત કફોડી બની છે. કારણ કે, બનાસકાંઠા જિલ્લામાં નોંધાયેલા 69 કોરોના પોઝિટિવ દર્દીઓ મોટાભાગના ગ્રામ્ય વિસ્તારના છે. જેથી વિસ્તારને ક્વોરેન્ટાઇન કરી દેવાયા છે. તેમજ આ વિસ્તારમાં લોકોની અવરજવર પર પણ સંપૂર્ણપણે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

ત્યારે દૂધ મંડળી પર સવાર સાંજ દૂધ ભરવા માટે લોકોની કતાર લાગતી હોય છે અને તેના કારણે દૂધ ભરાવવા આવતા લોકોના કારણે ગામમાં અને અન્ય જગ્યાએ કોરોના વાઇરસ વધુ સંક્રમિત ન થાય તે માટે બનાસડેરી દ્વારા મંડળીઓનું દૂધ લેવાનું બંધ કરવામાં આવ્યું છે.

કોરોના ગ્રસ્ત વિસ્તારને કન્ટેનમેન્ટ જાહેર કરાયા હોય તેવા વિસ્તારમાં આવેલી 45 દૂધ મંડળીઓનું દૂધ લેવાનું બનાસ ડેરીએ બંધ કર્યું છે.માત્ર આસેડા દૂધ મંડળીમાં જ 1150 જેટલા દૂધ ગ્રાહકો છે અને આ ગ્રાહકોનો દર મહિને દોઢ કરોડ રૂપિયાનો પગાર ચૂકવવામાં આવે છે. ડેરીઓ બંધ થતા ગામના લોકોને નુકસાન થયું છે.

એક તરફ લોકડાઉન છે પશુપાલકો ઘરની બહાર નીકળી શકતા નથી. પશુદાણ અને ઘાસચારો લાવવો હોય તો પણ અત્યારે પરિસ્થિતિ વિકટ છે તેવામાં દૂધની પણ આવક બંધ થતા હવે પશુપાલકોની હાલત વધુ ગંભીર બની ગઇ છે.

45 દૂધ મંડળીઓમાં અંદાજે 20 હજાર જેટલા પશુપાલકો રોજ દૂધ ભરાવે છે, પરંતુ આ તમામ પશુપાલકોને પડતા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે. બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો અને ખેડૂતો અનેક કુદરતી આપત્તિઓનો સામનો કરતા આવ્યા છે. અહીંના ખેડૂતો વારંવાર અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, તીડપ્રકોપ, કમોસમી માવઠા સહિત અનેક કુદરતી કહેરનો ભોગ બને છે જેના કારણે ખેડૂતો વારંવાર નુકસાન સહન કરતા હોય છે.

ABOUT THE AUTHOR

...view details