ડીસા: બનાસકાંઠામાં ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઇનું ફેસબુક એકાઉન્ટ હેક થયું હોવાની ઘટના સામે આવી છે. જેમાં કોઈ અજાણ્યા હેકરે તેમનું ફેસબુક એકાઉન્ટ હેક કરી મેસેન્જર સેવા મારફતે તેમના સગા સંબંધીઓને મેસેજ કરી રૂપિયાની માંગણી કરતા પૂર્વ ધારાસભ્ય હરકતમાં આવી ગયા છે.
ડીસાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત જમીન વિકાસ નિગમના ડીરેકટર ગોવાભાઇ દેસાઇનું ફેસબુક એકાઉન્ટ દ્વારા મેસેન્જર સેવા મારફતે અજાણ્યા શખ્સે તેના મિત્ર વર્તુળ અને સગા-સંબંધીઓને પૈસાની માંગણી કરતા મેસેજ કર્યા હતા. ગોવાભાઇ રબારીના ફોટા સાથેના મેસેન્જર સેવાના માધ્યમથી અજાણ્યા શખ્સે તેમના સંબંધીઓને મિત્રોને મેસેજ કરી તેઓને paytm કે નેટબેન્કિંગ યુઝ કરો છો તેવા મેસેજ કર્યા હતા.
જો સામેથી જવાબ મળે તો મારે અર્જન્ટ વીસ કે ત્રીસ હજાર રૂપિયાની જરૂર છે તેમ જણાવી એક મોબાઈલ નંબર આપ્યો હતો અને જેમાં લખેલું છે કે, આ નંબર વર્ષાના નામથી હશે તમે તેમાં અર્જન્ટ પૈસા ટ્રાન્સફર કરો હું તમને કાલે સવારે પરત આપી દઈશ.