બનાસકાંઠાઃ જિલ્લાના ડીસામાં કદાવર નેતા લીલાધર વાઘેલાનું લાંબી માંદગી બાદ તેમના પુત્રના નિવાસ સ્થાને નિધન થયું છે. લીલાધર વાઘેલા ગુજરાતમાં ઠાકોર સમાજના એક આગેવાન અને રાજ્યમાં સક્રિય રાજકારણમાં કદાવર નેતા હતા. 87 વર્ષના લીલાધર વાઘેલાનો જન્મ 17 ફેબ્રુઆરી 1934ના પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના પીમ્પલી ગામમાં થયો હતો.
પાટણના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ લીલાધર વાઘેલાનું નિધન તેઓેએ BSC બી.એડ સુધીનો અભ્યાસ કરેલો છે. અભ્યાસ પૂરો કર્યા બાદ તેઓ શિક્ષક તરીકે જોડાયા હતા. ત્યારબાદ પ્રથમવાર 1975માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે તેમને દિયોદર બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. ત્યારથી શિક્ષક લીલાધર વાઘેલાએ તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલના નેતૃત્વમાં તેઓ ભાજપમાં જોડાયા હતા.
લીલાધર વાઘેલા તેમના જીવનકાળ દરમિયાન પાંચ વખત વિધાનસભાની ચૂંટણી જીતી ધારાસભ્ય બનેલા છે અને ત્રણ વખત ગુજરાત સરકારના પ્રધાન પણ રહી ચૂક્યા છે. તેઓએ છેલ્લે વર્ષ 2014માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડીને વિજેતા થયાં હતા.
પાટણના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ લીલાધર વાઘેલાનું નિધન લીલાધર વાઘેલાએ તેમના રાજકીય કારકિર્દીની શરૂઆત કોંગ્રેસ પક્ષ તરફથી શરૂ કરી હતી, ત્યારબાદ તેઓ જનતા દળ અને પછી ભાજપમાં જોડાયા હતા. લીલાધર વાઘેલાને પાંચ પુત્રો હતા અને તેઓ 25 લોકો સાથેના તેમના વિશાળ પરિવાર સાથે જીવન ગુજારતા હતા. પરંતુ છેલ્લા ઘણા સમયથી તેમની તબિયત નાદુરસ્ત રહેતા સક્રિય રાજકારણથી દૂર હતા.
ડીસા ખાતે આવેલા તેમના પુત્રના નિવાસસ્થાને બુધવારે વહેલી સવારે લીલાધર વાઘેલાએ અંતિમ શ્વાસ લેતા તેમના પરિવાર સહિત ઉત્તર ગુજરાતમાં શોકની લાગણી ફેલાઇ હતી. તેમના પુત્રના નિવાસસ્થાનેથી તેમના પાર્થિવ દેહને પાટણ ખાતે આવેલા પીમ્પલી ગામે અંતિમક્રિયા માટે લાઇ જવામાં આવ્યાં હતા.