બનાસકાંઠાઃ આજે સમગ્ર વિશ્વમાં લોકો ન જેવા પૈસા કમાવાની લ્હાયમાં વૃક્ષોનું આડેધડ નિકંદન કરી રહ્યા છે. આજે લોકો પોતાના ધંધા-રોજગારને લઇ મોટા મોટા જંગલોનું વિનાશ કરી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે ભારત દેશમાં મોટા-મોટા ઉદ્યોગોની શરૂઆત થઇ છે. જેના કારણે જંગલો લુપ્ત થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે લાખો-કરોડો રૂપિયા ખર્ચી વન મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે.
બનાસકાંઠા સરહદી વાવ વિસ્તારમાં ગ્રામ્ય કક્ષાનો વન મહોત્સવ ચોથાનેસડા ખાતે યોજાયો જિલ્લાના વાવ તાલુકાથી 25 કિલોમીટરના અંતરે આવેલા અને છેવાડાના વિસ્તાર ગણાતા એવા ચોથાનેસડા ગામમાં સિવાલયની પવિત્ર ભૂમિ પર આજે વિસ્તરણ રેન્જ વાવ દ્વારા વૃક્ષોરોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આમ તો, સરહદી વિસ્તારમાં પહેલા પાણીની વિકટ સમસ્યા હતી. જેના કારણે આ વિસ્તારમાં મોટાભાગે લોકો ખેતી ઓછી કરતા અને ચારેય બાજુ મોટા મોટા બાવળો જોવા મળતા હતા. પરંતુ જ્યારથી આ વિસ્તારમાં નર્મદાના નીર આવ્યા છે, ત્યારથી આ વિસ્તારના ખેડૂતો સારો એવો પાક મેળવી રહ્યા છે.
આજે ચોથાનેસડાના સરપંચ પરાગભાઇ રાજપૂત, શાળાના આચાર્ય કે. કે. રાજપૂત, ન્યાય સમિતિના ચેરમેન ભીખાભાઇ પરમાર તેમજ વિસ્તરણ રેન્જ ઓફિસ હેમાભાઈ અને તેમના સ્ટાફ સાથે મળીને લીંબડા, નીલગીરી જેવા અનેક પ્રકારના આશરે 200 જેટલા વૃક્ષો શિવજીના મંદિરમાં તેમજ ગામના તળાવમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
જો કે, સરકાર દ્વારા અનેક ઉપાયો પર્યાવરણને બચાવવા માટે કરવામાં આવે છે પર્યાવરણ અને પ્રકૃતિને લાગતા કેટલાય કાર્યક્રમો દર વર્ષે રાખવામાં આવે છે. આવા કાર્યક્રમોમાં મત્વનો ફાળો જંગલ ખાતું આપતું હોય છે. જ્યારે સરકાર વૃક્ષોને ઉછેરવા તનતોડ મહેનત પણ કરતી હોય છે. લાખો રૂપિયાની ગ્રાન્ટ આપી પર્યાવરણને ટકાવી રાખવા અનેક ઉપાય કરતું હોય છે, ત્યારે આજે ચોથાનેસડા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં 200 વૃક્ષ વાવી તેને ઉછેરવા માટેના સપત સાથે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.