- અભ્યાસની સાથોસાથ છ મહિના બાદ બનાવ્યું અનોખું મશીન
- કચરામાંથી પૈસા મેળવવાનું વિદ્યાર્થીઓ બનાવ્યું મશીન
- ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ બનશે મશીન
- સરકાર મદદરૂપ થાય તો આ મશીન સ્વચ્છ ભારતમાં ઉપયોગી થશે
બનાસકાંઠાઃ આજના વિદ્યાર્થીઓ મોટાભાગે અભ્યાસની પાછળ દોટ મુકી રહ્યા છે. ખાસ કરીને આજે મોટાભાગના વિદ્યાર્થીઓ ભણતર થકી માત્ર ને માત્ર સરકારી નોકરી તરફ ભાગદોડ કરી રહ્યા છે. મોટાભાગના વિદ્યાર્થીઓ આજે મોટા-મોટા ટ્યુશન ક્લાસીસમાં જ્ઞાન મેળવે છે. ત્યારે આજે એવા પણ વિદ્યાર્થીઓ છે કે, જેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ થકી આજે અનોખા મશીનો બનાવી રહ્યા છે અને તેમના આ મશીનો દેશમાં જ નહીં, પરંતુ વિદેશોમાં પણ ઉપયોગી સાબિત થઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા રાજકોટના યુવાનોએ બનાવી ઈકો ફ્રેન્ડલી બોલપેન
મોટાભાગના વિદ્યાર્થીઓ દિવસેને દિવસે ટેકનોલોજી તરફ વધી રહ્યા છે
મોટાભાગના વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે ટેકનોલોજી વધારવા માટે કંઈકને કંઈક કરતા નજરે પડી રહ્યા છે. ગુજરાતમાં પણ મોટાભાગના વિદ્યાર્થીઓ દિવસેને દિવસે ટેકનોલોજી તરફ વધી રહ્યા છે. બનાસકાંઠા (Banashkatha)જિલ્લાને આમ તો પછાત જિલ્લો માનવામાં આવે છે, પરંતુ આજે આ પછાત જિલ્લામાંથી એવા અનેક વિદ્યાર્થીઓ છે કે, જેઓ પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિઓથી બનાસકાંઠા (Banashkatha)જિલ્લાનું નામ રોશન કરી રહ્યા છે. બનાસકાંઠા(Banashkatha) જિલ્લાના વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે અનેક પ્રવૃત્તિઓમાં પ્રગતિ કરી રહ્યા છે. જેથી બનાસકાંઠા જિલ્લાનું નામ દેશ અને વિદેશમાં પણ ગુંજતું થયું છે.
સ્વચ્છ ભારત અભિયાનમાં મદદરૂપ બની શકે તેવું રિવર્સ વેન્ડીંગ નામનું મશીન
આ ચોરસ મશીન કોઈ સામાન્ય મશીન નથી, પરંતુ કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત અભિયાનમાં મદદરૂપ બની શકે તેવું રિવર્સ વેન્ડીંગ નામનું મશીન છે. આ મશીન બનાસકાંઠા (Banashkatha)જિલ્લાના પાલનપુર અમદાવાદ હાઈવે પર આવેલી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા પ્રિન્સ પંચાલ અને પ્રિયાંશ પંચાલ નામના બે છાત્રો અને ગાંધીનગરની શ્રી સ્વામિનારાયણ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીમાં અભ્યાસ કરતાં વિવેક પંચાલ નામના એક છાત્ર એમ ત્રણ છાત્રોએ ભેગા મળી મહામારી સમયે મળેલી રજાઓનો સદ્ઉપયોગ કરી સરકારની એસએસઆઈપી પોલિસીની મદદથી 6 મહિનાના સમયગાળામાં રૂપિયા 80 હજારના ખર્ચે તૈયાર કર્યું છે.
ગરીબો માટે ઉપયોગી મશીન
આ મશીન દ્વારા જાહેરમાં ખુલ્લેઆમ ફેંકાતી પ્લાસ્ટિકની બોટલોનો નાશ થઇ શકશે અને નાશ થયેલું પ્લાસ્ટિક પણ અન્ય પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ બનાવવામાં ઉપયોગી બની શકે તેમ છે. જો કે, વધુમાં આ મશીનના ઉપયોગથી ગરીબ પરિવારોને રોજી રોટી પણ મળી શકે તેમ છે. આ વિદ્યાર્થીઓ છેલ્લા છ મહિનાથી અભ્યાસની સાથે જ્યારે પણ સમય મળતો, ત્યારે આ મશીન બનાવવા માટે બેસી જતા હતા અને છ મહિનાના સમયગાળામાં આ વિદ્યાર્થીઓએ ગુજરાતમાં પ્રથમ નંબરનું સ્વચ્છ ભારત અભિયાન મદદરૂપ થાય તેવું મશીન બનાવ્યું હતું.