- ગુજરાતમાં પ્રથમવાર બનાસકાંઠા જિલ્લામાં જીરેનીયમનું વાવેતર
- પ્રગતિશીલ ખેડૂતે કરી એક લીટર તેલમાંથી 14 હજાર રૂપિયાની કમાણી
- ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો પણ મળ્યો સહકાર
બનાસકાંઠા: ભારત દેશને ખેતીપ્રધાન દેશ માનવામાં આવે છે. આજના આ આધુનિક ટેકનોલોજીભર્યા યુગમાં ખેડૂતો સહેલાઈથી અવનવી ખેતી કરી દેશ અને વિદેશમાં પોતાની ખેતીમાં નામના મેળવી રહ્યા છે. ત્યારે ભારત દેશના ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પણ ખેડૂતોને સારી ખેતી કરવા માટે સબસિડી આપવામાં આવી રહી છે. જેના કારણે ખેડૂતો સહેલાઈથી ભાર વિનાની ખેતી કરી ખેતીમાંથી ડબલ આવક મેળવી રહ્યા છે. ભારત દેશમાં જીરેનીયમ તેલની ખેતી પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ,હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં ઓછા પ્રમાણમાં જોવા મળે છે. જીરેનીયમની ખેતી મોટાભાગે વિદેશમાં થાય છે અને તેની માગ પણ બહારના દેશમાં સૌથી વધુ જોવા મળે છે.
ગુજરાતમાં પ્રથમવાર બનાસકાંઠા જિલ્લામાં જીરેનીયમનું વાવેતર
બનાસકાંઠા જિલ્લામાં હાલ ખેડૂતો નવી ટેકનોલોજી અપનાવી દર વર્ષે અવનવી ખેતી કરી અને રાજ્ય તેમજ ભારત દેશનું નામ ઉજળું કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો હાલ ચીલાચાલુ ખેતી છોડી હાલ બહારના રાજ્યોની ખેતી કરવાની શરૂઆત કરી છે. ડીસા તાલુકાના ભોંયણ ગામના શ્રીકાંતભાઈ પંચાલે અભ્યાસમાં ગ્રેજ્યુશન કરેલું છે. તેમની જોડે 7 વિઘા જમીન છે. નાની ઉંમરે શ્રીકાંતભાઈએ સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમવાર જીરેનીયમ ઓઇલની ખેતી કરી છે. 2019માં માત્ર બે વિઘામાં જીરેનીયમ ઓઇલની ખેતી કરવાની શરૂઆત કરી હતી. પરંતુ પૂરતું માર્ગદર્શન ન હોવાથી શ્રીકાંતભાઈને ઘણી તકલીફ પડી હતી. તેવામાં ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડૉ. યોગેશભાઈ પવારના માર્ગદર્શન બાદ સારું એવું ઉત્પાદન થતા શ્રીકાંતભાઈએ જીરેનીયમની વાવણી કરી હતી. જેમાં તેમને 10 લાખનો ખર્ચો વાવણી તેમજ પ્લાન્ટનો થયો છે. શ્રીકાંતભાઈએ પોતાના ખેતરમાં જીરેનીયમ પાકમાંથી ઓઇલ કાઢવાનો પ્લાન્ટ પણ બનાવેલું છે. આ પ્લાન્ટમાં તેમને જીરેનીયમ પાક કટિંગ કરી તેમાં પ્રોસેસ કરી ઓઇલ કાઢવામાં આવે છે. બજારમાં આ તેલ વેચતા હાલ શ્રીકાંતભાઈને એક લિટરે 14 હજાર રૂપિયાની કમાણી થઈ રહી છે. જીરેનીયમની ખેતી ખેતરમાં ત્રણ વર્ષ સુધી રહે છે અને એક વર્ષમાં 3 વાર તેને કટીંગ કરવામાં આવે છે. એક ટનમાં એક લીટર ઓઇલ નીકળે છે.
અન્ય જિલ્લાના ખેડૂતોએ પણ લીધી મુલાકાત