બનાસકાંઠાઃ ખેડુતો હવે ઉનાળામાં નવી ખેતી તરફ વળ્યા છે. સક્કરટેટી અને તરબૂચની ખેતી બનાસકાંઠામાં આધુનિક પદ્ધતિથી થઈ રહી છે અને આ વર્ષે પાંચ હજાર હેક્ટર જમીનમાં ટેટીનું વાવેતર થયું છે. જો કે, બનાસકાંઠાની ટેટી સમગ્ર દેશ અને દુબઇમાં વખણાઇ રહી છે.
બનાસકાંઠા અને ડીસાએ આમતો બટાટા નગરી તરીકે સમગ્ર દેશમાં જાણીતું છે. ગુજરાતમાં બટાટાની સરૂઆત ડીસાની બનાસ નદી માંથી થઈ હતી. બાદમા સકકરટેટી અને તરબૂચ પણ બનાસનદીમાં થતા, પરંતુ સમય જતા નદીનાં નીર સુકાયા અને બટાટાનું વાવેતર ખેતરોમાં શરૂ થયુ હતું. તેમ વર્ષો બાદ સક્કરટેટી અને તરબૂચનું વાવેતર પણ ખેતરોમાં શરૂ થયુ હતું.
બનાસકાંઠા જિલ્લામાં સૌ પ્રથમવાર 5 હજાર હેક્ટરમાં સક્કરટેટીનું વાવેતર બનાસકાંઠાનાં ખેડુતો 2008માં ઇઝરાયલ ગયા હતા અને ત્યાં ટેટીનાં વાવેતરની આધુનિક રીત જોઇ ડીસાનાં ખેડુતોએ એક એકરમાં વાવેતર શરૂ કર્યું હતું. આજે પાંચ હજાર હેકટરમાં સક્કરટેટીનું વાવેતર થયું છે. ખાસ કરીને બનાસકાંઠાનાં ડીસામાં મોટા ભાગના ખેતરોમાં ટેટીનું વાવેતર જોવા મળી રહ્યું છે.
ગતવર્ષે સારા ભાવ અને ઉત્પાદનને જોતાં આ વર્ષે ગત વર્ષ કરતા પણ વધુ વાવેતર થયું છે. જો કે, સરકાર દ્વારા આપવામાં આવતી મરચીન્ગની સબસિડી છેલ્લાં ચાર વર્ષથી ખેડુતોને મળતી નથી, જે દરેક ખેડૂતને મળે તો ડીસાનો ખેડૂત હજુ પણ વધું વાવેતર કરી સારી આવક મેળવી શકે તેમ છે. જો કે, બનાસકાંઠાની ટેટી દેશ નહીં પંરતુ વિદેશમા પણ વખણાઇ રહી છે.
બનાસકાંઠા જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો અલગ અલગ ખેતી કરી અને સારી એવી દર વર્ષે કમાણી કરી રહ્યા છે. પરંતુ છેલ્લા બે-ત્રણ વર્ષથી સતત મંદી અને કુદરતી આપત્તિના કારણે ખેડૂતો પાયમાલ બની ગયા છે. ડીસા અને બનાસકાંઠા પંથકમાં ઉનાળામાં આમ તો બાજરી, મગફળીનું વાવેતર થતું હતું. પરંતુ છેલ્લાં દસ વર્ષથી ધીરે-ધીરે ખેડૂતો સક્કરટેટી અને તરબૂચ તરફ વળ્યા છે અને ખેડુતો આ ખેતીાંથી સારી એવી આવક મેળવી રહ્યાં છે.