બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લામાં સતત ત્રણ દિવસથી ફુડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યાં છે. લોકડાઉન થયા બાદ તમામ મીઠાઇ અને ફરસાણની દુકાનો હાલ બંધ હાલતમાં છે. ત્યારે આ દુકાનમાં પડી રહેલી મીઠાઈ કે ફરસાણ સહિતનો માલસામાન ખરાબ થઈ ગયો હોવાથી અને તે ફરી લોકડાઉન ખુલ્યા બાદ વપરાશમાં ના આવે કે વેપારીઓ દ્વારા આ સામાન ગ્રાહકોને વેચવામાં ના આવે તે માટે આજે ઇકબાલગઢ અને અમીરગઢ પંથકમાં પણ આજે ફુડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.
બનાસકાંઠા જિલ્લામાં સતત ત્રીજા દિવસે ફૂડ વિભાગના દરોડા - banaskantha covid 19
બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઈરસની લડાઈમાં જિલ્લાનું તંત્ર સતત મહેનત કરી રહ્યું છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ખાતે ફૂડ વિભાગ દ્વારા તમામ મીઠાઈની દુકાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા.

બનાસકાંઠા જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ ફૂડ વિભાગના દરોડા
આ વિસ્તારની 25 જેટલી મીઠાઈની દુકાનોમાં પડી રહેલા અખાદ્ય ચીજ વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાની અંદર સતત ત્રણ દિવસથી અલગ અલગ ટીમો અલગ-અલગ શહેરો અને ગામોમાં મીઠાઇ અને ફરસાણની દુકાનો પર તપાસ કરી રહી છે. અખાદ્ય માલ-સામાનનો નાશ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે ભવિષ્યમાં કોઈ રોગચાળો ન ફેલાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે.