ગુજરાત

gujarat

ETV Bharat / state

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ માટે, ફ્રુડ અને ડ્રગ વિભાગના દરોડા - મેળો

બનાસકાંઠા: અંબાજી ખાતે આગામી 8 સપ્ટેમ્બર થી 14 સપ્ટેમ્બર સુધી સાત દિવસનો ભાદરવી પૂનમનો મેળો ભરાય છે. ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ આવતા હોય છે. શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે બનાસકાંઠા જિલ્લા ફ્રુડ અને ડ્રગ વિભાગ દ્વારા ખાણી પીણીના રેસ્ટોરેન્ટ તેમજ અન્ય સ્ટોલ ઉપર દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં ફ્રુડ અને ડ્રગ વિભાગના દરોડા

By

Published : Aug 30, 2019, 2:52 AM IST

અંબાજી ખાતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ગુરુવારે 300 કિલો જેટલી અખાધ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો. ફરસાણ તળવા માટેનું 35 કિલો તેલનો પણ નાશ કરાયો હતો. અંબાજીમાં ફાફડા ગોટા જેવી ખાધ્ય સામગ્રીમાં વોશિંગ પાવડર નખાતા હોવાની હકીકત સામે આવતા અને ફૂડ વિભાગ પણ ચોંકી ગયું હતું. જો કે, તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં ફ્રુડ અને ડ્રગ વિભાગના દરોડા
અંબાજીમાં પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ હોવા છતાં જાહેરમાં પ્લાસ્ટિકનું વેચાણ થતું. વિભાગે 12 કિલો જેટલો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું, એટલું જ નહીં પ્રસાદ પુજાપાની સામગ્રી ઉપર પણ કાર્યવાહી હાથ ધરતા મોટાભાગની દુકાનોમાં પ્રસાદના પેકેટમાં લખેલા વજન કરતા ઓછું વજન મળતા પણ કાર્યવાહી કરવામાં આવી રહી હતી. અંબાજીમાં મેળા માટે ફ્રુડ એન્ડ ડ્રગની 15 જેટલી ટીમો બનાવવામાં આવેલી છે. જે મેળો પૂર્ણ થાય ત્યાં સુધી કામગીરી કરતી રહેશે તેમ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details