બનાસકાંઠા: હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર દિવાળીના પર્વ નિમિત્તે બનાસકાંઠા જિલ્લાની બજારોમાં સૌથી વધુ વેચાણ થતા ફૂલોની બજારોમાં આ વર્ષે સૌથી વધુ મંદી જોવા મળી (Eclipse on the flower market) રહી છે. વ્યાપારીઓએ અનેક પ્રકારના ફૂલો અગાઉથી જ કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દેતા ફૂલોના ભાવ વધવાને બદલે ઘટી (Drop in flower prices) ગયા છે. દર વર્ષે દિવાળીનો તહેવાર શરૂ થાય એટલે વ્યાપારીઓ બહારથી ફૂલો મંગાવી બજારોમાં સારા ભાવથી વેચાણ કરતા હોય છે. પરંતુ હવે વેપારીઓ સ્માર્ટ બની ગયા હોય તેમ વેપારીઓએ અગમબુદ્ધિ વાપરી અઠવાડિયા અગાઉથી જ ફૂલોને કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરી લીધો હોવાથી આ વખતે માર્કેટમાં ફૂલ બજારમાં સામાન્ય ભાવ જળવાઈ રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લાની ફૂલોની બજારોમાં આ વર્ષે સૌથી વધુ મંદી જોવા મળી મંદીનો માહોલ:દિવાળી એટલે તહેવારોનો રાજા. દિવાળીના તહેવારમાં દરેક ચીજ વસ્તુઓના ભાવ સામાન્ય કરતાં વધી જતા હોય છે. જેમાં પણ ફુલ માર્કેટ બે ત્રણ દિવસનું હોવાથી ભયંકર તેજી જોવા મળતી હોય છે.પરંતુ પ્રથમ વખત વેપારીઓએ ફૂલો અગાઉથી ખરીદી કોલ્ડ સ્ટોરેજમાં મુક્યા હતા. આ વખતે દિવાળીના તહેવારોમાં પ્રથમ વખત ફુલ બજારમાં સામાન્ય કરતાં પણ ઓછા ભાવ એટલે કે, મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લાની ફૂલોની બજારોમાં આ વર્ષે સૌથી વધુ મંદી જોવા મળી ફૂલોની બજાર પર ગ્રહણ:ચાર વર્ષ બાદ બનાસકાંઠા જિલ્લામાં દિવાળીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજથી શરૂ થતા દિવાળી ના પર્વને લઈ હજુ પણ બજારોમાં લોકોને જોઈએ તેવી ગ્રાહકી જોવા મળતી નથી. આ વર્ષે દિવાળીના પર્વ નિમિત્તે બજારોમાં ક્યાંક વસ્તુના ભાવ ઊંચા છે, તો ક્યાંક વસ્તુના ભાવ નીચે જતા રહ્યા છે. જેના કારણે બજારોમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર દિવાળીના પર્વ નિમિત્તે બનાસકાંઠા જિલ્લાની બજારોમાં સૌથી વધુ વેચાણ થતા ફૂલોની બજારોમાં આ વર્ષે સૌથી વધુ મંદી જોવા મળી રહી છે.
બનાસકાંઠા જિલ્લાની ફૂલોની બજારોમાં આ વર્ષે સૌથી વધુ મંદી જોવા મળી ભાવમાં ધરખમ વધારો:દિવાળીનો તહેવાર આવે એટલે દરેક વ્યક્તિ કાંઈને કાંઈ ખરીદી કરતા હોય છે. જેના કારણે તમામ ચીજ વસ્તુઓના ભાવમાં દર વખતે વધારો થતો રહે છે અને તેમાં ભગવાનને ચઢાવવાના ફૂલહાર પણ બાકાત નથી રહેતા. ફૂલ બજારમાં દિવાળીના મહુર્તના ત્રણ ચાર દિવસ જ તેજી રહેતી હોય છે. જે સમયે ફૂલોના ભાવ સામાન્ય કરતાં ચારથી પાંચ ગણા વધી જાય છે. જેના કારણે ધનતેરસ, દિવાળી, બેસતુ વર્ષ અને લાભ પાંચમના દિવસે ફુલ હાર તોરણની વેપારીઓને આયાત કરવી પડતી હોવાથી તેના ભાવમાં ધરખમ વધારો થાય છે. પરંતુ આ વખતે બનાસકાંઠા જિલ્લાની બજારોમાં, ફૂલોની બજારોમાં પરિસ્થિતિ કંઈક અલગ જોવા મળી રહી છે. ઇતિહાસમાં પ્રથમ વખત ફૂલોની બજારોમાં મંદી જોવા મળી રહી છે. જ્યાં આ વખતે દિવાળીના તહેવારોમાં ફૂલોની બજારમાં 100 થી પણ વધુ ભાવ હોય છે. પરંતુ આ વખતે 50થી પણ નીચો ભાવ ફૂલોનો જતા વેપારીઓમાં મંદી જોવા મળી રહી છે.
બનાસકાંઠા જિલ્લાની ફૂલોની બજારોમાં આ વર્ષે સૌથી વધુ મંદી જોવા મળી ભાવમાં ઘટાડો: દર વર્ષે દિવાળીનો તહેવાર શરૂ થાય એટલે વ્યાપારીઓ બહારથી ફૂલો મંગાવી બજારોમાં સારા ભાવથી વેચાણ કરતા હોય છે. પરંતુ હવે વેપારીઓ સ્માર્ટ બની ગયા હોય તેમ વેપારીઓએ અગમબુદ્ધિ વાપરી અઠવાડિયા અગાઉથી જ ફૂલોને કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરી લીધો હોવાથી આ વખતે માર્કેટમાં ફૂલ બજારમાં સામાન્ય ભાવ જળવાઈ રહ્યા છે. એટલે કે, ફૂલ બજારમાં તેજીનો નહીં પણ મંદીનો માહોલ છે. એક અઠવાડિયા અગાઉ ડીસા ફુલ માર્કેટમાં ગલગોટા, સેવંતી,ગુલાબ, મોગરા, જાસુદ જેવા ફૂલોના ભાવ રૂપિયા 50 થી લઈને 110 સુધીના પ્રતિ કિલો હતા.
ભાવ વધવાને બદલે ઘટી ગયા:દિવાળી આવતા આ ફૂલોના ભાવ રૂપિયા 250 લઈને 500 સુધીના પ્રતિ કિલોના પહોંચે તેવી શક્યતા હતી. પરંતુ વ્યાપારીઓએ અનેક પ્રકારના ફૂલો અગાઉથી જ કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દેતા ફૂલોના ભાવ વધવાને બદલે ઘટી ગયા છે. વેપારીઓના જણાવ્યા મુજબ કોલ્ડ સ્ટોરેજમાં મુકેલા ફૂલો 10 થી 15 દિવસ સુધી બગાડતા નથી કે તેની પાંદડી ખરી જતી નથી અને બિલકુલ તાજા રહે છે. જેથી કોલ્ડ સ્ટોરેજમાં ભાડું ચૂકવીએ તો પણ જે રીતે દિવાળીના દિવસોમાં અનેક ગણા ભાવ ચૂકવવા પડતા હતા તેના કરતા ઘણું સસ્તું પડી રહ્યું છે. આમ દિવાળીના તહેવારોમાં પ્રથમ જ વખત ડીસાના વેપારીઓએ ફૂલો કોલ્ડ સ્ટોરેજમાં મુકતા ફૂલ બજારમાં જોઈએ તેવી તેજી આવી નથી.