ગુજરાત

gujarat

ETV Bharat / state

પાલનપુરમાં 25 પોલીસ વાહનો સાથે જિલ્લા પોલીસ વડાએ યોજી ફ્લેગ માર્ચ - local body elections

બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી પાલનપુર નગરપાલિકાની ચૂંટણી આગામી રવિવારે યોજાનાર છે, ત્યારે મતદાતાઓ નિર્ભકપણે મતદાન કરી શકે તે માટે 25 જેટલાં પોલીસ વાહનો સાથે પોલીસે ફ્લેગ માર્ચ યોજી હતી.

પાલનપુર
પાલનપુર

By

Published : Feb 26, 2021, 2:20 PM IST

  • શહેરમાં ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થાનું ચુસ્ત પાલન કરવા જિલ્લા પોલિસ તંત્ર સજ્જ
  • પાલનપુર શહેરના તમામ જાહેરમાર્ગો પર ફ્લેગમાર્ચ દ્વારા પ્રજાને ભયમુક્ત મતદાનની કરાઈ અપી
  • ખુદ જિલ્લા પોલીસ વડા તરુણ દુગગલ પણ જોડાયા ફ્લેગ માર્ચમાં

બનાસકાંઠા:જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે આગામી રવિવારે પાલિકાની ચૂંટણી માટે મતદાન યોજાશે, ત્યારે સમગ્ર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ અસામાજિક તત્વ દ્વારા કોઈ પણ પ્રકારની અનિચ્છનીય પ્રવૃત્તિ ન થાય તે હેતુથી ફ્લેગ માર્ચનું આયોજન કરાવામાં આવ્યું હતું.

25 પોલીસ વાહનો સાથે ફ્લેગ માર્ચ યોજાઈ

જિલ્લા પોલીસ વડા પણ રેલીમાં જોડાયા

ફ્લેગ માર્ચમાં જિલ્લા પોલીસ વડા તરુણ દુગ્ગલ પણ જોડાયા હતા. આ રેલીના ઉદેશ્ય અંગે જિલ્લા પોલિસ વડાએ જણાવ્યું હતું કે, મતદાતાઓ નિર્ભિકપણે મતદાન કરે તેમજ વધુમાં વધુ મતદાન થાય તે માટે આ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details