ગુજરાત

gujarat

ETV Bharat / state

Fire in disputed garden in Deesa : અઢી કરોડના વિવાદિત બગીચામાં આગ લાગી, ઘટાદાર વૃક્ષો ધરાવતો બગીચો રાખમાં ફેરવાયો - Stay on the dedication of the deesa garden

ડીસા શહેરના નગરપાલિકા સંચાલિત નવા વિવાદિત બગીચામાં અગમ્ય કારણોસર આગ (Fire in disputed garden in Deesa)લાગી હતી.ફાયર ફાઈટરોએ આગને કાબૂમાં લીધી હતી પરંતુ આગમાં તમામ વૃક્ષ બળીને ખાખ થઇ ગયાં હતાં.

Fire in disputed garden in Deesa : અઢી કરોડના વિવાદિત બગીચામાં આગ લાગી, ઘટાદાર વૃક્ષો ધરાવતો બગીચો રાખમાં ફેરવાયો
Fire in disputed garden in Deesa : અઢી કરોડના વિવાદિત બગીચામાં આગ લાગી, ઘટાદાર વૃક્ષો ધરાવતો બગીચો રાખમાં ફેરવાયો

By

Published : Apr 11, 2022, 8:51 PM IST

ડીસા- આજરોજ ડીસા શહેરના હવાઈ પીલર પાસે આવેલ નગરપાલિકા સંચાલિત કરોડોના ખર્ચે તૈયાર થયેલા નવા વિવાદિત બગીચામાં અગમ્ય કારણોસર આગ (Fire in disputed garden in Deesa)લાગતાં અફડાતફડી મચી ગઈ હતી. જે બાદ નગરપાલિકા સંચાલિત ફાઈટરની મદદથી આગને કાબૂમાં લેવામાં આવી હતી, પરંતુ આગમાં તમામ વૃક્ષ બળીને ખાખ થઇ ગયા હતાં.

ભાજપના જ સભ્યોએ આ બગીચાનો વિરોધ કરતાં સરકાર દ્વારા આ બગીચો બંધ કરી દેવામાં આવ્યો હતો

2018માં બન્યો હતો નવો બગીચો- ડીસા શહેરમાં 2018માં શહેરના લોકો વાર તહેવારમાં સારી રીતે ઉજવણી કરી શકે તે માટે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રવિણભાઈ માળી દ્વારા કરોડોના ખર્ચે વૈદ્ય પાસે નવો બગીચો બનાવવામાં આવ્યો હતો. પરંતુ ભાજપના જ સભ્યોએ આ બગીચાનો વિરોધ કરતાં સરકાર દ્વારા આ બગીચો બંધ કરી દેવામાં આવ્યો હતો. છેલ્લા ત્રણ વર્ષથી ડીસા નગરપાલિકા સંચાલિત (Deesa Municipality operated gardens)અને કરોડોના ખર્ચે તૈયાર થયેલ બગીચો બંધ હાલતમાં પડયો છે. જેના કારણે આ બગીચામાં કરોડોના ખર્ચે લાવવામાં આવેલા વૃક્ષો પણ ઘટાદાર બની ગયા છે. પરંતુ બગીચાની માવજત ન થતા આ બગીચો વેરાન બની ગયો હતો. આ બગીચાને ખુલ્લો મૂકવા માટે ડીસામાં સ્થાનિક લોકોએ હાઇકોર્ટ સુધી ફરિયાદ કરી હતી, તેમ છતાં આ બગીચો ખુલ્લો કરવામાં આવ્યો ન હતો.

આ પણ વાંચોઃ Fire Robot in Surat : સુરતમાં આગમાં ફસાયેલા વ્યકિતને ફાયર રોબોટ પકડી પાડશે, શું છે આ રોબોટ જાણો

નવા બગીચામાં આગની ઘટના -ડીસા નગરપાલિકા દ્વારા વિવાદિત જગ્યા અઢી કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલો બગીચો આજે બપોર બાદ અગમ્ય કારણોસર આગ લગતા બળીને રાખ (Fire in disputed garden in Deesa) થઈ ગયો છે. આ આગ કેવી રીતે લાગી તે અંગે કોઈ જ માહિતી મળી નથી.પરંતુ આગની ઘટના બનતા લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતાં. પાલિકાની ફાયર ફાઇટરની ટીમે ઘટનાસ્થળ પહોંચી પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.. પરંતુ આગ પર કાબૂ મેળવવામાં આવે તે પહેલા જ આખે આખો બગીચો આગની ચપેટમાં આવી ગયો હતો અને બળીને રાખ થઈ ગયો હતો.

આગમાં તમામ વૃક્ષ બળીને ખાખ થઇ ગયાં હતાં

આ પણ વાંચોઃ Blast in Bharuch Company: દહેજની ઓમ ઓર્ગેનિક્સ કંપનીના પ્લાન્ટમાં અડધી રાત્રે થયો બ્લાસ્ટ, 5 કામદારોના મોત

નાનાજી દેશમુખ ગાર્ડન બન્યો ત્યારથી આ હતો વિવાદ- નાનાજી દેશમુખ ગાર્ડનબગીચો તૈયાર થયો (fire broke out in Deesa's Nanaji Deshmukh garden )ત્યારથી જ વિવાદનું કેન્દ્ર બન્યો હતો. તત્કાલીન કલેક્ટર દ્વારા આ બગીચો જ્યાં તૈયાર કરવામાં આવ્યો હતો તે જગ્યા બિનનંબરી જગ્યા હોવાના લીધે પાલિકાએ મંજૂરી વગર બગીચો બનાવી દેતા બગીચાના લોકાર્પણ પર સ્ટે (Stay on the dedication of the deesa garden)લાવી દીધો હતો. ત્યારબાદ નગરજનોની સુવિધા માટે તૈયાર થયેલા આ બગીચાને શરૂ કરવા માટે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં રાજકીય કારણોસર બગીચો બંધ રહ્યો હતો. છેલ્લા ચાર વર્ષથી અનેક સંગઠનો પણ બગીચાને ખુલ્લો મૂકવાની માંગ કરી રહ્યા હતાં તેમ છતાં બગીચો ખુલ્લો મૂકવામાં આવ્યો નહોતો. ત્યારે આજે લોકોની આ માગ પર હંમેશા માટે પૂર્ણ વિરામ (Fire in disputed garden in Deesa) લાગી ગયું છે.

ABOUT THE AUTHOR

...view details