- બનાસકાંઠાના દિયોદરમાં ટ્રકમાં લાગી આગ
- ગજાનંદ ગૌ શાળામાં ઘાસચારો ઉતારવા આવેલા ટ્રકમાં લાગી આગ
- આગમાં ઘાસચારો બળીને ખાખ
- ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબૂ
બનાસકાંઠા: દિયોદર ખાતે ગૌશાળામાં ઘાસચારો ભરેલા ટ્રકમાં અચાનક આગ લાગી હતી. બનાવને પગલે દિયોદર ગ્રામ પંચાયતના ફાયર ફાયટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી.પરંતુ ત્યાં સુધી આગમાં ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો.દિયોદરમાં ગજાનંદ ગૌ શાળામાં ઘાસચારો ઉતારવા આવેલા ટ્રકમાં લાગી આગ
ઘાસચારો ભરેલા ટ્રકમાં આગ લાગતા દોડધામ
દિયોદર ખાતે આવેલા ગજાનંદ ગૌ શાળામાં પૂનમના દિવસે ઘાસચારો ઉતારવા આવેલા એક ટ્રકમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં જ ગ્રામ પંચાયતની ફાયર ફાઈટરની ટીમ અને સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, સૂકા ઘાસચારામાં આગ એટલી ભયંકર લાગી હતી કે જોતજોતામાં ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો.