બનાસકાંઠાઃબાળકો એ ભગવાનનું સ્વરૂપ હોય છે. ત્યારે બનાસકાંઠામાં કાંકરેજ તાલુકાના શિહોરીની ખાનગી હોસ્પિટલમાં એકાએક આગ લાગી હતી. તેના કારણે એક બાળકનો યમરાજા સાથે ભેટો થયો હતો. આ બનાવના કારણે સરકારી રેફરલ હોસ્પિટલમાં પણ આ બાળકોની સારવારમાં બેદરકારી સામે આવી હતી. તેને લઈને ગ્રામજનોમાં રોષ હતો. ત્યારે શિહોરી પોલીસે અત્યારે તો અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી અને તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃVapi Fire: GIDCમાં આવેલી કેમિકલ કંપનીમાં ભીષણ આગ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં
શિહોરી ખાનગી હોસ્પિટલમાં આગની ઘટનાઃશિહોરીની ખાનગી બાળકોની હોસ્પિટલમાં સવારે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. તેના કારણે આઈસીયુમાં સારવાર હેઠળ 3 બાળકોમાંથી 1 બાળકનું મોત થયું હતું. જોકે, ડોક્ટર અને ગ્રામજનોએ કાચ તોડી અને બાળકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં એક બાળકનું મોત થયું હતું. ત્યારબાદ બાળકોને શિહોરીની સરકારી રેફરલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં ડોક્ટરે પોણા કલાક બાદ પણ સારવાર ન કરતાં બાળકોને આખરે ડીસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ગ્રામજનોમાં રોષઃ આ ત્રણેય બાળકો 10 દિવસથી વધારે દિવસોના નહતા. ત્યારે હજી દુનિયા પણ જોઈ નથી અને આ બાળકો સાથે આવી મોટી ઘટના બની હતી. જોકે, તેમના વાલીઓએ પણ રેફરલ હોસ્પિટલના ડોક્ટર પર આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે, અમારા બાળકોને સારવાર ન મળી અને જેના લીધે આ બાળકો ગંભીર બન્યો હતો. આમ, રેફરલ હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીને લઈને ગ્રામજનોમાં પણ રોષ છે અને આ ડોક્ટરની બદલી કરવાની પણ માગણી કરી છે.