ગુજરાત

gujarat

ETV Bharat / state

Fatal attack on Dalit youth: નેસડા(ગોલપ) ગામના દલિત યુવક ઉપર માથાભારે ઇસમો દ્વારા જીવલેણ હુમલો - બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ગણાતા સુઇગામ તાલુકાના નેસડા ગામે ગામના લોકો દ્વારા જમીન બાબતે દલિત યુવક પર જીવલેણ હુમલો ( Fatal attack on Dalit youth) કરવામાં આવ્યો હતો. જે બાબતે ફરિયાદીએ સુઈગામ પોલીસ સ્ટેશને એટ્રોસિટી એક્ટ ( Atrocities Act ) મુજબ ફરિયાદ નોંધાવા તજવીજ હાથ ધરાઈ હતી.

Fatal attack on Dalit youth: નેસડા(ગોલપ) ગામના દલિત યુવક ઉપર માથાભારે ઇસમો દ્વારા જીવલેણ હુમલો
Fatal attack on Dalit youth: નેસડા(ગોલપ) ગામના દલિત યુવક ઉપર માથાભારે ઇસમો દ્વારા જીવલેણ હુમલો

By

Published : Jul 27, 2021, 3:49 PM IST

  • બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં અસામાજિક તત્વોનો ખોફ
  • સુઇગામ તાલુકાના નેસડા ગામે જમીનની અદાવતમાં ખેડૂત પર જમીન બાબતે જીવલેણ હુમલો
  • ખેડૂતોએ હુમલો કરનાર તમામ લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી

સુઈગામઃ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર સુઇગામ તાલુકાના નેસડા ગામનીમાં 7 જેટલા માથાભારે લોકો દ્વારા દલિત ખેડૂત પરમાર બળદેવભાઈ અમરાતભાઈ રાઠોડ પર જમીનની અંગત અદાવત રાખી જીવલેણ હુમલો ( Fatal attack on Dalit youth) કરવામાં આવ્યો હતો. આ હુમલામાં નેસડા ગામના ખેડૂત બળદેવભાઈને આ માથાભારે ઇસમો દ્વારા તીક્ષ્ણ હથિયારો વડે માર મારતા બળદેવભાઈ પોતાના ખેતરમાં જ લોહીલુહાણ હાલતમાં બેભાન થઈ ગયાં હતાં. આ મારામારીની જાણ આજુબાજુમાં રહેતા લોકોને તેઓ પણ તાત્કાલિક ધોરણે દોડી આવ્યાં હતાં અને લોહીલુહાણ હાલતમાં પડેલા ખેડૂતને સારવાર અર્થે તાત્કાલિક ધોરણે વાવ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં.જ્યાં તેમની હાલત વધુ ગંભીર હોવાના કારણે વધુ સારવાર માટે થરાદમાં લઈ જવાયાં હતાં. જ્યાં સારવાર આપ્યા બાદ ખેડૂતને પાલનપુર રીફર કરી સારવાર હેઠળ મોકલવામાં આવ્યાં હતાં.
પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ કરાઈ
થોડા દિવસ અગાઉ જ ભોગ બનનાર ખેડૂતના કાકા ગોવિંદભાઈ વિહાજી રાઠોડ દ્વારા સુઈગામ પોલીસ સ્ટેશનમાં રાત્રીના સમયે પોતાના માલિકીના ખેતરની વાડ ગામના માથાભારે ઈસમોએ સળગાવેલી તે બાબતની લેખિતમાં અરજી આપીને જાણ કરવામાં આવી હતી. તેમ છતાં સુઈગામ પોલીસ સ્ટેશનના જવાબદાર પીએસઆઇ દ્વારા ગંભીરતા દાખવવામાં ન આવતા બીજા દિવસે જ ખેડૂત પર સવારમાં જીવલેણ હુમલો ( Fatal attack on Dalit youth) કરી ખેડૂતના માથાના ભાગે તેમજ હાથપગના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. જેથી તેને સારવાર અર્થે પાલનપુર ખસેડાયાં છે. આ બાબતે પરિવાર દ્વારા સુઈગામ પોલીસ સ્ટેશને એટ્રોસિટી એક્ટ ( Atrocities Act )મુજબ ફરિયાદ નોંધાવા તજવીજ હાથ ધરાઈ હતી.

દલિત ખેડૂતને હાલત વધુ ગંભીર હોવાના કારણે વધુ સારવાર માટે થરાદમાં લઈ જવાયાં હતાં
પોલીસ દ્વારા કાર્યવાહી ન કરાઈજોકે વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી (MLA Jignesh Mevani ) અને તેમની ટીમ દ્વારા 2019ની સાલમાં ગામના જ માથાભારે તત્વો પાસેથી જમીનનો કબજો છૂટો કરાવીને તેમને સોંપવામાં આવ્યો હતો. જેની અદાવત રાખીને જીવલેણ હુમલો ( Fatal attack on Dalit youth) કરાયો છે. સુઈગામ પોલીસ સ્ટેશનને લેખિતમાં અરજી આપીને જાણ કરી હતી તેમ છતાં પીએસઆઇની બેદરકારીથી આ હુમલો થયો છે તેવા દલિત યુવાનના કુટુંબીજનોએ આક્ષેપ કર્યા છે.

કાર્યવાહી ન કરતા પીએસઆઈ સસ્પેન્ડ
સુઇગામ તાલુકાના નેસડા ગામે ખેડૂત પર થયેલા જીવલેણ હુમલા ( Fatal attack on Dalit youth) બાદ સુઈગામ પોલીસ દ્વારા અસામાજિક તત્વો પર કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા ગામના ખેડૂતો દ્વારા અને દલિત સમાજના નેતા જીગ્નેશ મેવાણી (MLA Jignesh Mevani ) દ્વારા આ બાબતે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા રજૂઆત કરાઇ હતી. જેથી બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ફરજ પર બેદરકારી દાખવવા બદલે સુઈગામના પીએસઆઇ હિતેશ વાઢેરને સસ્પેન્ડ કરાયાં હતાં. ગોવિંદભાઈની ફરિયાદના આધારે પોલીસે હાલ તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ કલેક્ટરને એટ્રોસિટી એક્ટ શું છે તેની જાણ જ નથીઃ જીગ્નેશ મેવાણી

આ પણ વાંચોઃ વિરોધ પક્ષની માનસિકતા મહિલા અને દલિત વિરોધી : વડાપ્રધાન મોદી

ABOUT THE AUTHOR

...view details