ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોને કમોસમી વરસાદથી વ્યાપક નુકસાન - બનાસકાંઠામાં કોરનાની અસર

બનાસકાંઠામાં કોરોનાના કહેર વચ્ચે ફરી એકવાર કમોસમી માવઠું થતાં ખેડૂતોને મોટુ નુકશાન થયુ છે. કમોસમી માવઠાના કારણે એરંડા, ઇસબગુલ અને ઘઉંના પાકને મોટા પાયે નુકસાન થતાં ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે.

જિલ્લામાં ખેડૂતોને કમોસમી વરસાદથી વ્યાપક નુકસાન
જિલ્લામાં ખેડૂતોને કમોસમી વરસાદથી વ્યાપક નુકસાન

By

Published : Mar 27, 2020, 9:37 PM IST

બનાસકાંઠાઃ વૈશ્વિક મહામારી કોરોના વાઈરસના કારણે બનાસકાંઠા સહિત સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ છે. એક તરફ બનાસકાંઠામાં લોકડાઉનના કારણે લોકોને ઘરની બહાર નિકળવા પર પ્રતિબંધ છે, ત્યારે બીજી તરફ કુદરત પણ લોકોને ઘરમાં જ રહેવાનો આડકતરી રીતે ઈશારો કરતું હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ હતુ અને ગઈકાલે મોડી સાંજથી જ સરહદી પંથક સહિત અનેક વિસ્તારોમાં કમોસમી માવઠું થયું હતું. વાવ, થરાદ, ભાભર અને અમીરગઢ પંથકમાં ખેડૂતોએ આ વખતે ઘઉ, ઇસબગુલ અને એરંડા જેવા પાકનું વાવેતર કર્યું હતુ, પરંતુ ગઈકાલે કમોસમી માવઠુ થતા તૈયાર થયેલા પાકને મોટું નુકસાન થયું છે. ખેતરોમાં ખેડૂતોએ ઘઉં અને એરંડાના પાકને લણીને તૈયાર કરીને મુક્યો હતો અને પાકના સારા ભાવ આવવાની આશા હતી પણ કુદરતે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે.

જિલ્લામાં ખેડૂતોને કમોસમી વરસાદથી વ્યાપક નુકસાન

જિલ્લાના ખેડૂતોએ છેલ્લા બે વર્ષમાં અનેક કુદરતી આફતોનો સામનો કર્યો છે. ઇયળોનો ઉપદ્રવ હોય કે તીડનો આતંક હોય, કે પછી કમોસમી માવઠુ અહીંના ખેડૂતોને તો નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ વખતે પણ ખેડૂતોએ મહામુસીબતે સારો પાક તૈયાર કર્યો હતો, પરંતુ હાલમાં લોકડાઉનના કારણે હવે આ તૈયાર થયેલો માલ ક્યાં વેચવો તે સમસ્યા હતી તેવામાં કમોસમી માવઠાએ ખેડૂતોની રહી સહી આશા પર પાણી ફેરવી દીધું છે, ત્યારે સરકાર ખેડૂતોને નુકશાનમાં સહાય કરે તેવી અહીંના ખેડૂતોની માગ છે.

ABOUT THE AUTHOR

...view details