- પાણીની અછતથી (Water Problem)પીડાતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ હલ શોધ્યો
- સામાન્ય ખર્ચે કૂવા ( Recharging Wells) રિચાર્જ કરી પાણીની સમસ્યા હલ કરી
- ભરકવાડા ગામના 10 ખેડૂતોએ પાણીના કૂવા રિચાર્જ કર્યા
બનાસકાંઠા : જિલ્લાના પાલનપુર, વડગામ અને દાંતીવાડા તાલુકાના અનેક ગામ એવા છે કે, જ્યાં ભૂગર્ભ જળના સ્તર 1000 ફૂટ નીચે જતા રહ્યાં છે. તો બીજી તરફ સિંચાઈ માટેની સુવિધાનો પણ અભાવ (Water Problem) છે. ત્યારે કેટલાક ખેડૂતોએ જાતે જ પોતાના કૂવા અને બોર રિચાર્જ (Recharging Wells ) કરી સફળતા મેળવી છે અને અન્ય ખેડૂતોને પણ જળસંચય માટે રાહ ચીંધી રહ્યાં છે.
પાણીની વિકટ સમસ્યા
બનાસકાંઠા જિલ્લો આમ તો વર્ષોથી પાણીની વિકટ સમસ્યાનો (Water Problem)સામનો કરતો આવતો જિલ્લો છે. વર્ષોથી બનાસકાંઠા જિલ્લામાં એવા અનેક ગામો છે કે આજે પણ માત્ર ખેતી અને પીવા માટે વરસાદી પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ જિલ્લા બે વર્ષથી બનાસકાંઠા જિલ્લામાં નહિવત વરસાદ ના કારણે અનેક ગામોની પરિસ્થિતિ પાણી વગર બદતર બની છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં તો આજે પણ પીવાના પાણી માટે મહિલાઓને કિલોમીટર દૂર ચાલીને પાણી ભરવા માટે જવું પડે છે. ચાલુ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લામાં અને ઉપરવાસમાં નહિવત વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ત્રણેય જળાશયોમાં નહિવત પાણીની આવક થઇ હતી જેના કારણે હાલમાં ડેમ આધારીત લોકો પીવા અને ખેતી કરવા માટે પાણીની અછત ભોગવી રહ્યા છે.
ખેડૂતોનો નવતર પ્રયોગ
બનાસકાંઠા જિલ્લાના અનેક ગામો એવા છે કે, જ્યાં ચોમાસા દરમિયાન સારો વરસાદ થાય તો જ ખેતી શક્ય બને છે. પશુઓ માટે પાણીના હવાડા પણ ટેન્કરથી ભરવા પડે તેવી સ્થિતિ હોય છે.ત્યારે પાણીના પોકારોથી (Water Problem) કંટાળી હવે ખેડૂતો જાત મહેનત જિંદાબાદ ના સૂત્ર સાથે એક નવો પર્યોગ હાથ ધર્યો છે.બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ભરકવાડા ગામના 10 ખેડૂતોએ પાણીથી કૂવા રિચાર્જ કર્યા છે. છેલ્લા ઘણા સમયથી વડગામ તાલુકામાં પાણીની મોટી સમસ્યા હોવાનાં કારણે ખેડૂતોએ ખેતી કરવામાં ભારે મુશ્કેલી પડતી હતી ત્યારે આ પાણીના સમસ્યાના નિકાલ માટે ભરકવાડા ગામના વડીલો યુવાનોએ મિટિંગ કરી હતી. જેમાં તમામ લોકોએ વિચારણા હાથ ધરી કે (Recharging Wells ) જૂના કૂવા કઈ રીતે રિચાર્જ કરવા? ત્યારે સૌ પ્રથમ હરિભાઈ ગાલવ નામના ખેડૂતે પોતાના ખેતરમાં કૂવા રિચાર્જ માટેની તૈયારી દર્શાવી જેમાં 1 લાખના ખર્ચે થી વરસાદનું વહી જતું પાણી પાઇપલાઇનથી પોતાના કૂવા માં ઉતરે તે રીતે સમગ્ર આયોજન કર્યું.ત્યાર બાદ ગામના અન્ય ખેડૂતો એ પોતાના કૂવા રિચાર્જ માટેનું અભિયાન શરૂ કર્યું .જેનાથી બે મહિનામાં જ 10 જેટલા ખેડૂતોએ પોતાના કૂવા રિચાર્જ કરવા માટે વરસાદનું વહી જતું પાણી પોતાનાના કૂવામાં ઉતારી સફળતા મેળવી છે.
વરસાદી પાણીથી કૂવા ભરાયા