બનાસકાંઠાઃ પી.એમ કિસાન યોજના અંતર્ગત 18,700 કરોડ રુપિયા ફાળવ્યા છે. જ્યારે દૂધ ઉત્પાદન વધારવા માટે 53 કરોડ, પ્રાણીઓને રસીકરણ માટે 15 હજાર કરોડ તેમજ શાકભાજી સ્ટોરેજ અને ટ્રાન્સપોર્ટ માટે 50 ટકા સબસીડીની જાહેરાત કરી છે.
બનાસકાંઠા જિલ્લામાં સરકાર સહાય પર ખેડૂતોની પ્રતિક્રિયા - બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લામાં સરકાર સહાય પર ખેડૂતોએ પ્રતિક્રિયા આપી હતી. વૈશ્વિક મહામારી કોરોના વાઈરસના કારણે સૌથી વધુ નુકસાન ખેડૂતોને થયું છે. ખેડૂતોને થયેલા નુકસાન મામલે સરકારે કરોડો રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું છે. જેમાં કિસાન ક્રેડિટ કાર્ડ માટે બે લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.
Farmers' reaction to government assistance
બનાસકાંઠા જિલ્લો પશુપાલન અને ખેતી પર નિર્ભર છે અને અહીંના ખેડૂતોને વારંવાર કુદરતી આપતિઓથી નુકસાન થાય છે. ત્યારે આ વખતે લોકડાઉનના કારણે થયેલા નુકસાનમાં સરકારે જાહેર કરેલી સહાય પૂરતી ખેડૂતો સુધી પહોંચતી નથી. સરકારે ખેડૂતોને મદદ કરવી હોય તો ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં પૈસા નાખી અથવા તો બેંક લોનનું વ્યાજ માફ કે લાઇટબિલ માફ કરે તો ખેડૂતો સીધે સીધો અને પુરી સહાય મળી શકે છે અને જો સરકાર આ રીતે ખેડૂતોમાં સહાય આપે તો જ ખેડૂતોને મોટો ફાયદો થઇ શકે તેમ બનાસકાંઠાના ખેડૂત આગેવાનોનું માનવું છે.