- વાવ તાલુકાના માવસરી ગામના ખેડૂતોએ કેનાલ પર ઢોલ વગાડી વિરોધ દર્શાવ્યો
- માવસરી ગામના ખેડૂતોએ નર્મદા કેનાલ પર ઢોલ વગાડી વિરોધ દર્શાવ્યો
- પચ્ચીસ દિવસથી સિંચાઈનું પાણી ખેતર સુધી ન આવતા ખેડૂતોમાં રોષ
- બે દિવસમાં પાણી નહીં મળે તો જોઈ લઈશુંઃ ખેડૂતો
બનાસકાંઠા: સરહદી તાલુકા વાવના ખેડૂતો પાણી નહીં મળતા કેનાલ પર ઢોલ વગાડી વિરોધ દર્શાવ્યો - કેનાલ
એક તરફ સરકાર ખેડૂતોને સારી સારી સુવિધા આપવાની મોટી મોટી વાતો કરે છે તો બીજી તરફ કેટલીક જગ્યાએ તો ખેડૂતોને સિંચાઈના પાણી માટે વલખાં મારવા પડી રહ્યા છે. આવું જ એક દૃશ્ય જોવા મળ્યું બનાસકાંઠામાં. બનાસકાઠાના સરહદી વિસ્તાર માવસરી પંથકમાં કેનાલ બનાવ્યા બાદ પણ સિંચાઈ માટે પાણી ન મળતા ખેડુતોમાં રોષ જોવા મળ્યો છે અને વારંવાર રજૂઆત કરવા છતાં પાણી ન મળતા તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. આખરે કંટાળેલા ખેડૂતોએ આજે કેનાલ પર ઢોલ વગાડી વિરોધ દર્શાવ્યો છે અને જો પાણી નહીં આપે તો ખેડૂતોને સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. ચૂંટણીમાં મોટા મોટા વાયદા કરનારી સરકાર હાલમાં ખેડૂતો સામે જોઈ જ નથી રહી તેવું લાગી રહ્યું છે.
બનાસકાંઠાઃ સરહદી વિસ્તારમાં સરકાર દ્વારા કેનાલો બનાવવામાં આવી છે પણ આજ કેનાલોમાં સિંચાઈ માટે પાણી ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. સરહદી વિસ્તારના ગામડાઓમાં ખેડૂતો પાણી માટે રાત દિવસ પાણીની વાટ જોતા હોય છે, પરંતુ પાણી ન મળતા આખરે ખેડૂતો કંટાળીને ઘરે જતા રહે છે. જોકે વાત કરવામાં આવે તો વાવના માવસરી ગામના ખેડૂતોને છેલ્લા કેટલાય દિવસથી આકોલી ડિસ્ટ્રિબ્યૂટર કેનાલમાંથી પસાર થતી માવસરી માઈનોર ચારમાં આજે 200 જેટલા ખેડૂતો કેનાલ પર ઢોલ વગાડીને કુંભકરણની નિંદ્રામાં સુઈ રહેલી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.