બનાસકાંઠાઃ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવવાના હતા. આ પહેલાં જ ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. નર્મદા ડેમમાંથી પાઇપલાઇન દ્વારા પાણી દાંતીવાડા ડેમમાં છોડવામાં આવી રહ્યું છે. જો કે, આ પાણી સી.આર. પાટીલ આવવાના હોવાથી છોડવામાં આવતું હોવાની માહિતી મળતા જ ખેડૂતોએ સરકાર સામે વિરોધ દર્શાવ્યો છે. હકીકતમાં બનાસકાંઠામાં ચાંગાથી દાંતીવાડા ડેમ સુધી પાઇપલાઇન નાખવામાં આવી છે. જે પાઇપલાઇન દ્વારા અત્યારે નર્મદાના નીરથી દાંતીવાડા ડેમમાં પાણી નાખવામાં આવે છે.
પૂર્વે દિયોદર તાલુકાના ખેડૂતોએ પાણીની વિકટ સમસ્યાના કારણે સરકાર પાસે પાઇપલાઇન દ્વારા પાણી આપવાની વાત કરી હતી, પરંતુ સરકારે ખેડૂતોની આ માંગણી પર ધ્યાન આપ્યું જ ન હતું હવે જ્યારે સી.આર. પાટીલ આપવાના હતા. જેના બે દિવસ પહેલા જ દાંતીવાડા ડેમમાં પાણી છોડવામાં આવી રહ્યું હોવાની માહિતી મળતા જ જિલ્લાના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો હતો.