બનાસકાંઠા: વાવ તાલુકાના કારેલી, ગામડી, ચંદનગઢ સહિતના ગામોમાં જેટકો કંપની દ્વારા સોલાર પ્લાન્ટના વીજ પોલ ઉભા કરવામાં આવી રહ્યા છે. સરકારે અને ખાનગી કંપનીએ ખેડૂતોમાં ખેતરોમાં વીજ પોલ ઉભા કરવા માટે 2011ની જંત્રી પ્રમાણે વળતર ચુકવવાનું નક્કી કર્યું હતું, પરંતુ ખેડૂતો અત્યારે 2020ની જંત્રી પ્રમાણે વળતરની માગ કરી રહ્યા છે.
બનાસકાંઠાઃ 2020ની જંત્રી પ્રમાણે વળતર મેળવવા ખેડૂતોએ કર્યાં ધરણાં, ધારાસભ્યોએ આપ્યું સમર્થન - ગેની ઠાકોર
બનાસકાંઠામાં જેટકો કંપની દ્વારા વળતર આપ્યા વિના ખેતરોમાં ખાનગી સોલાર પ્લાન્ટનું કામ શરૂ કરી દેવમાં આવ્યું છે. જેથી વાવ મામલતદાર કચેરી ખાતે ખેડૂતોએ ધરણાં યોજીને જેટકો કંપનીનો વિરોધ નોંધાવ્યો હતો. આ ધરણાંમાં વાવ અને થરાદના ધારાસભ્યો પણ ખેડૂતો સાથે રહ્યા હતા.
2020ની જંત્રી પ્રમાણે વળતર મેળવવા ખેડૂતોએ કર્યાં ધરણાં, ધારાસભ્યોએ આપ્યું સમર્થન
ખાનગી સોલર પાવર પ્લાન્ટ કંપની દ્વારા વાવના કારેલી ગામે ખેડૂતોની જમીનો સંપાદન કરી ન હોવા છતાં ખેડૂતોની જમીન પર થાંભલા નાખતાં ઊભા પાકને ભારે નુકસાન થયું છે. જેને લઇ ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો છે. જેના સમર્થનમાં અને વળતર અપાવવાની માંગણી સાથે વાવના ધારાસભ્ય ગેની ઠાકોર અને થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત ખેડૂતો સાથે મામલતદાર કચેરી આગળ ધરણાં પર બેસ્યા હતા અને 2020ની જંત્રી પ્રમાણે જમીનનું સર્વે કરી વળતર આપવામાં આવે તેવી માંગણી કરી હતી.