- બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં Greenfield Bharatmala Projectનું કામ શરૂ
- આ યોજના અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના (Farmers) ખેડૂતોની જમીન સરકાર દ્વારા લેવાઈ
- બનાસકાંઠા જિલ્લામાં ભારત માલા પ્રોજેક્ટના વિરોધમાં ખેડૂતોનું આવેદનપત્ર
- તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા વળતર ચૂકવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી
થરાદઃ કેન્દ્ર સરકાર દ્વારા મહત્વાકાંક્ષી પ્રોજેકટ અંતર્ગત સિક્સ લેન રોડનું કામકાજ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ (Greenfield Bharatmala Project) ભારતમાલા પ્રોજેક્ટ બનાસકાંઠા જિલ્લામાં થઈને પણ પસાર થાય છે. અત્યારે થરાદથી ભાભર સુધી 70 કિલોમીટર રોડનું કામ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સરકાર દ્વારા (Farmers) ખેડૂતોની હજારો એકર જમીન સંપાદન કરવામાં આવી હતી. સરકારે આ ખેડૂતોને સંપાદન કરેલી જમીનનું વળતર (land compensation) પણ આપ્યું હતું પરંતુ ખેડૂતોના જણાવ્યા મુજબ સરકારે આપેલું વળતર પૂરતા પ્રમાણમાં નથી. અત્યારે જમીનના જે ભાવ ચાલી રહ્યાં છે તેના કરતા સરકાર દ્વારા આપવામાં આવતું વળતર ખૂબ જ ઓછું છે જેથી (Farmers) ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.
Greenfield Bharatmala Project ના વિરોધમાં ખેડૂતોનું આવેદનપત્ર
બીજીતરફ કેટલાક (Farmers) ખેડૂતોની જમીન સંપાદન કર્યા બાદ ખેડૂતો બિનખેડૂત બની ગયાં છે જેના કારણે પણ ખેડૂતોને નુકસાન થાય છે. આ મામલે સ્થાનિક કચેરીઓમાં ખેડૂતોએ (Farmers) વારંવાર રજૂઆત કરી હતી. છતાં પણ હજુ સુધી તેઓની વાત સાંભળવામાં આવી નથી. જેથી કંટાળેલા આજે કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ 200થી પણ વધુ ખેડૂતોએ નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી જઈ આવેદનપત્ર આપ્યું હતું અને રજૂઆત કરી હતી કે જો સરકાર દ્વારા ખેડૂતોને યોગ્ય પ્રમાણમાં મળતાં આપવામાં નહીં આવે તો આગામી સમયમાં અહીંના ખેડૂતો હાઇકોર્ટના શરણે જઈને પણ ન્યાય માગશે.
આ પણ વાંચોઃ બનાસકાંઠાના વાવના ખેડૂતોએ જેટકો કંપનીના વિરુદ્ધમાં પ્રાંત કચેરીએ આપ્યું આવેદનપત્ર