- ઢીમાં ગામના ખેડૂતોએ કરી જાતે કેનાલની સફાઈ
- નર્મદા નિગમના અધિકારીઓની બેદરકારી
- વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર આંખ આડા કાન કર્યા
- કેનાલમાં પાણી નહીં આપે તો ખેડૂતોએ આપી ચીમકી
બનાસકાંઠાના વાવ પંથક ઢીમાંના ખેડૂતોએ જાતે કરી કેનાલની સફાઈ - નર્મદા નિગમના અધિકારી
બનાસકાંઠાના સરહદી પંથકના ઢીમાંના ખેડૂતોને જાતે કેનાલની સાફ કરવાની નોબત આવી છે. જ્યારે વારંવાર રજૂઆત કરવા છતાં પણ સફાઈ ના થતા ખેડૂતો જાતે જ કેનાલની સાફ-સફાઈ કરવા મજબૂર બન્યા હતા. જ્યારે ખેડૂતો તાત્કાલિક સિંચાઇ માટે પાણી આપે તેવી માંગ કરી રહ્યા છે.
![બનાસકાંઠાના વાવ પંથક ઢીમાંના ખેડૂતોએ જાતે કરી કેનાલની સફાઈ Banaskantha](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9683423-560-9683423-1606471006110.jpg)
બનાસકાંઠા : વાવની ઇઢાટા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાંથી પસાર થતી ઢીમાં કેનાલમાં ખેડૂતો જાતે કેનાલમાં ઉતરીને કેનાલની સફાઈ કરી રહ્યા છે. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરી અને ખેડૂતોની વેદના સમજવાની જગ્યાએ તેની રજૂઆત પણ સાંભળી ન હતી. ખેડૂતોએ સ્થાનિક સાંસદ પરબતભાઇ પટેલથી લઈને મુખ્યપ્રધાન સુધી વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી કેનાલમાં પાણી ના આવતા ખેડૂતો હવે આકરા પાણીએ છે. જો નર્મદા કેનાલ વિભાગ કેનાલમાં પાણી નહીં આપે તો ખેડૂતોને નર્મદાની વિભાગની કચેરી આગળ આત્મ વિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે.