બનાસકાંઠાઃ જિલ્લાના સરહદી વિસ્તારમાં શુક્રવારે મોડી રાત્રીએ રોડ પર એક દીપડો જોવા મળ્યો હતો. જે આ વિસ્તારમાંથી પસાર થતા વાહન ચાલકે વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ આજુબાજુના વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
બનાસકાંઠાઃ વાવ તાલુકામાં દીપડો દેખાતા ખેડૂતો ભયભીત - બનાસકાંઠાના તાજા સમાચાર
સરહદી બનાસકાંઠા જિલ્લાના વાવ વિસ્તારમાં શુક્રવારે દીપડો દેખાતા આજુબાજુના વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જેથી વાવ ફોરેસ્ટ વિભાગે દીપડાની શોધખોળ શરૂ કરી છે.
બનાસકાંઠાઃ વાવ તાલુકામાં દીપડો દેખાતા ખેડૂતો ભયભીત
વાવ તાલુકાના રિલુચી ગામે શુક્રવારે મોડી રાત્રીએ આ દીપડો જોવા મળ્યો હતો. આ ઉપરાંત સવારના સમયે ખેતરમાં તપાસ કરતા દીપડાના પગ જોવા મળ્યા હતા. જેથી સમગ્ર ગામ દીપડાની શોધ કરવા લાગી ગયું હતું,પરંતુ દીપડો મળ્યો નહોતો. ત્યારબાદ દીપડા અંગેની જાણ વાવ ફોરેસ્ટ વિભાગને કરવામાં આવી હતી. જેથી ફોરેસ્ટ વિભાગે ઘટના સ્થળે પહોંચી દીપડાની શોધખોળ હાથ ધરી છે.