ગુજરાત

gujarat

ETV Bharat / state

વાતાવરણમાં પલટો થતા ખેડૂતો મુશ્કેલીમાં - Farmers in trouble

વાતાવરણમાં પલટો થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. એક તરફ કોરોનાનો માર ત્યારે બીજી તરફ વાતાવરણમાં પલટો મહામૂલા પાકને લઈને ખેડુત ચિંતિત બન્યો છે. હાલમાં ખેડૂતોએ પોતાના ખેતરોમાં વિવિધ પાકોનું વાવેતર કર્યું છે. ખેતરોમાં રવી પાક જેમાં ખાસ કરીને ઘઉં, ચણા, મકાઈ, રાયડોના પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

વાતાવરણમાં પલટો થતા ખેડૂતો મુશ્કેલીમાં
વાતાવરણમાં પલટો થતા ખેડૂતો મુશ્કેલીમાં

By

Published : Jan 7, 2021, 4:42 PM IST

  • બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો
  • ખેડૂતોને પાક બગડી જવાનો ભય
  • ઘઉં, ધાણા ઝીરા સહિતના પાકને નુકસાનની ભીતિ

બનાસકાંઠાઃ જિલ્લામાં હાલ વાતાવરણમાં અચાનક પલટો આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોને પાક બગડી જાવાનો ભય સતાવી રહ્યો છે. ત્યારે વાતાવરણમાં બદલાવને લઈ જો હાલમાં કમોસમી માવઠુ થાય તો ઘઉં, ધાણ ઝીરાના પાકને નુકસાન થઈ શકે છે. કપાસમાં પણ હાલ કાળી અને લાલ પ્રકારની જીવાતો પાકમાં આવી છે. તેમજ જો મકાઈના ડોડામાં જો જીવાત લાગી જાય તો મકાઈના ડોડા ખરી પડવાની પણ બીક ખેડૂતોને સતાવી રહી છે.

જો વરસાદ વરસે તો પાક બગડી જવાનો ડર

રાયડાનો પાક પણ હાલ ખેતરમાં તૈયાર થઈને ઊભો છે, ત્યારે જો વરસાદ વરસે તો તે પણ બગડી જવાનો ડર લાગી રહ્યો છે. આ પરિસ્થિતિમાં ખેડૂતો હવે પોતાના પાકને લઈને ચિંતિત બન્યા છે. જો પાક બગડે તો સરકાર તેમને સહાય કરે તેવી પણ ખેડૂતો માંગ કરી રહ્યાં છે.

પાક નિષ્ફળ જવાના ભયને લઈ ખેડૂતો ચિંતીત

ખેડૂતો હાલના કપરા સંજોગોમાં મોંઘા ભાવની દવાનો છટકાવ પોતાના ખેતરોમાં કરતા હોય છે. પણ કુદરતનો માર પડે તો પાક નિષ્ફળ જવાને લઈને તેઓ ચિંતીત બન્યાં છે.

વાતાવરણમાં પલટો થતા ખેડૂતો મુશ્કેલીમાં

ABOUT THE AUTHOR

...view details