- સરકાર દ્વારા તાત્કાલીક ખાતર પૂરું પાડવા ખેડૂતોની માંગ
- ડીસામાં વાવણીનાં સમયે ખાતરની અછત સર્જાઇ
- ખાતરની અછતથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો
ડીસા: બનાસકાંઠા જિલ્લો તે વર્ષોથી ખેતી અને પશુપાલન સાથે જોડાયેલો છે. ખેડૂતો હાલમાં મોંઘા બિયારણો લાવીને ખેતરોમાં વાવેતર કરી રહ્યાં છે. ડીસા તાલુકામાં સૌથી વધુ બટેટાનું વાવેતર થાય છે પરંતુ ખેડૂતોને બટેટાનાં પૂરતાં ભાવ ન મળતાં નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે. ત્યારે આ વર્ષે પણ બટેટાનાં વાવેતર સમયે જ ખાતરની અછત સર્જાતાં ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
રાસાયણિક ખાતરમાં અછત
ડીસામાં ખેડૂતોએ બટેટાનાં વાવેતર માટે ખેતરો તૈયાર કરી દીધા છે પરંતુ બટેટાનાં વાવેતર પહેલા જ રાસાયણિક ખાતરમાં અછત જોવા મળી રહી છે. ખેડૂતો છેલ્લા દસ દિવસથી ખાતર માટે સતત ધક્કા ખાઇ રહ્યાં છે. પૂરતું ખાતર ન મળવાથી ખેડૂતો વાવેતરમાં મોડા પડી શકે છે. એક તરફ વરસાદ ખેંચાતા અનેક વિસ્તારોમાં વાવેતર થઇ શકે તેવી સ્થિતિ નથી તો ક્યાંક વાવેતર થાય જેવા પાણી છે તો ખેડૂતોને સમયસર ખાતર નથી મળતું ન હોવાથી ખેડૂતોની સ્થિતિ હાલ ખુબજ દયનીય બની રહી છે.