ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠામાં ખેડૂતોએ અક્ષય તૃતીયાના દિવસે ટ્રેક્ટર અને જમીનની પૂજા કરી ખેતીની શરૂઆત કરી - અક્ષય તૃતીયા

આજે અક્ષય તૃતીયાના દિવસે વણજોયું મુહૂર્ત હોય છે. આ દિવસે કોઈ પણ મુહૂર્તે શુભ કાર્ય કરી શકાય છે. આને ધ્યાનમાં રાખી બનાસકાંઠામાં આજે ખેડૂતોએ શુભ પ્રસંગે ટ્રેક્ટરને કુમકુમ તિલકથી વધાવી જમીનની પૂજા કરી ખેતીની શુભ શરૂઆત કરી છે.

બનાસકાંઠામાં ખેડૂતોએ અક્ષય તૃતીયાના દિવસે ટ્રેક્ટર અને જમીનની પૂજા કરી ખેતીની શરૂઆત કરી
બનાસકાંઠામાં ખેડૂતોએ અક્ષય તૃતીયાના દિવસે ટ્રેક્ટર અને જમીનની પૂજા કરી ખેતીની શરૂઆત કરી

By

Published : May 14, 2021, 4:13 PM IST

  • અક્ષય તૃતીયાના શુભ દિવસે ખેડૂતોએ ખેતીના શ્રીગણેશ કર્યા
  • બનાસકાંઠામાં અખાત્રીજના દિવસે આધુનિક ઓજારોની પૂજા કરાય છે
  • દેશમાં સૌથી વધુ આવક મેળવનારા જિલ્લામાં બનાસકાંઠા પણ શામેલ

બનાસકાંઠાઃ જિલ્લો ખેતી આધારિત છે. અહીં દર વર્ષે અક્ષય તૃતીયા અખાત્રીજના દિવસે ખેડૂતો ખેતીની શરૂઆત કરતા હોય છે. ત્યારે આજે પણ ખેડૂતોએ ખેતીના શ્રીગણેશ કર્યા છે. દેશના મોટા ભાગના ખેડૂતો ખેતીમાં સૌથી વધુ આવક મેળવતા જિલ્લામાં બનાસકાંઠો જિલ્લો પણ શામેલ છે. હાલમાં દિવસેને દિવસે જે પ્રમાણે ખેતીક્ષેત્રે ટેકનોલોજી જોવા મળી રહી છે. તે પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો નવી ટેક્નોલોજી અપનાવી અને ખેતી ક્ષેત્રે દિવસેને દિવસે આગળ વધી રહ્યા છે, જેના કારણે હાલ ખેતીમાં તેઓ સારી એવી કમાણી પણ કરી રહ્યા છે.

દેશમાં સૌથી વધુ આવક મેળવનારા જિલ્લામાં બનાસકાંઠા પણ શામેલ
આ પણ વાંચોઃમહીસાગરમાં અખાત્રીજના શુભ દિવસથી ખેડૂતોએ ખેતીનો કર્યો શુભારંભ

પહેલા હળ અને બળદની પૂજા કરાતી, હવે ટ્રેક્ટરની પૂજા કરાય છે

અક્ષય તૃતીયા એટલે કે ખેડૂતો માટે ખેતીનું મુહૂર્ત કરવાનો અનેરો ઉત્તમ દિવસ. આ દિવસે બનાસકાંઠાના ખેડૂતોએ ટ્રેક્ટર દ્વારા વાજતેગાજતે ખેતરમાં ઉગમણી દિશાએ 5 ચાસ ખેડી ખેતીનું મુહૂર્ત કર્યું હતું. આ પહેલાં ખેડૂતો હળ, બળદથી ખેતી કરતા હતા ત્યારે બળદને શણગારી હળ-બળદને જોડીને બળદની પૂજા કરવામાં આવતી હતી. ત્યારબાદ ધરતી માતાને સ્વસ્તિક દોરી પૂજા કરી ગોળ-ધાણા વહેંચી ખેતીનું ઉત્સાહભેર મુહૂર્ત કરાતું હતું, પરંતુ ખેતીની પદ્ધતિ પણ આધુનિક બનતા હળ-બળદના બદલે ટ્રેક્ટરો દ્વારા ખેડૂતોએ ખેતીનું મુહૂર્ત કર્યું હતું.

અક્ષય તૃતીયાના શુભ દિવસે ખેડૂતોએ ખેતીના શ્રીગણેશ કર્યા

ખેડૂતોને ચાંદલા કર્યા બાદ ધરતી માતાની પૂજા કરી

મહિલાઓએ ધરતી માતાની પૂજા કરી બનાસકાંઠામાં સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા ખેડૂતોને ચાંદલા કર્યા બાદ ધરતી માતાજીની પૂજા કરી હતી. બાદમાં લાલ નાડાછડી બાંધી હળોતરાના સૈત્રો બાંધી ગોળ, ધાણા વહેંચ્યા હતા. ટ્રેક્ટર પર શ્રીફળ વધેરી, ધરતી માતા અને ખેતીના ઓજારોની આરતી કરવામાં આવી હતી અને કોરોના મહામારીનો ઝડપથી અંત આવે અને આગામી વર્ષ ખૂબ જ સારું જાય તે માટે ખેડૂતોએ પ્રાર્થના કરી હતી. ખેડૂતો માટે ખેતીની જમીન ભાગે વાવેતર કરવા આપવા-રાખવા માટે પણ આજના દિવસને શુભ માનવામાં આવે છે.

બનાસકાંઠામાં અખાત્રીજના દિવસે આધુનિક ઓજારોની પૂજા કરાય છે

આ પણ વાંચોઃઅરવલ્લીમાં અખાત્રીજના દિવસે ખેડૂતોએ કર્યો ખેતીનો પ્રારંભ


અખાત્રીજના દિવસે આધુનિક ઓજારોની પૂજા કરાય છે

પહેલા ખેડૂતો હળથી ખેતી કરતા હતા, પરંતુ હવે ખેડૂતો પણ આધુનિક સાધનોથી ખેતી કરતા અક્ષય તૃતીયાના દિવસે આધુનિક ઓજારોની પૂજા કરવામાં આવે છે. આમ, ભલે ખેડૂતો ગમે તેટલા આધુનિક બની જાય અને બદલાતા સમય સાથે રીત પણ બદલાવવા માંડી છે ત્યારે અક્ષય તૃતીયાના દિવસે ખેડૂતો દ્વારા ખેતીના ઓઝારોની કરવામાં આવતી પૂજાની પરંપરા આજે પણ અકબંધ છે.

ABOUT THE AUTHOR

...view details