ગુજરાત

gujarat

ETV Bharat / state

સરહદી બનાસકાંઠા જિલ્લામાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી - સરહદી બનાસકાંઠા જિલ્લો

બનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ સરહદી બનાસકાંઠા જિલ્લામાં સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

સરહદી બનાસકાંઠા જિલ્લામાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી
સરહદી બનાસકાંઠા જિલ્લામાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી

By

Published : Aug 24, 2020, 4:36 AM IST

બનાસકાંઠાઃ જિલ્લાને અતિ પછાત જિલ્લો માનવામાં આવે છે. પરંતુ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો દ્વારા ખેતી ક્ષેત્રે સારી પ્રગતિ જોવા મળી રહી છે. પરંતુ છેલ્લા બે વર્ષથી બનાસકાંઠા જિલ્લામાં નહીંવત વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો મોટું નુકસાન વેઠી રહ્યા છે. ત્યારે આ વર્ષે સારા વરસાદની આશાએ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ પોતાના ખેતરમાં વાવેતર કર્યું હતું. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

સરહદી બનાસકાંઠા જિલ્લામાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી

ત્યારે સરહદી બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં ચાલુ વર્ષે નહિવત વરસાદ જોવા મળ્યો હતો, પરંતુ બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં સારો વરસાદ થતાં ખેડૂતોના પાકને નવજીવન મળ્યું છે. જેના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન બનાસ નદી વહેતા હાલ આજુબાજુના વિસ્તારોમાં ખેડૂતોમાં જમીનના તળ ઊંચા અવતા ખુશી જોવા મળી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ રાઉન્ડમાં સાર્વત્રિક વરસાદ થતાં સ્થાનિક લોકોમાં ખુશી જોવા મળી રહી છે.

સરહદી બનાસકાંઠા જિલ્લામાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી

ત્યારે છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં વરસાદ થતા ખેડૂતો પોતાના પાકને લઇ ચિંતામાં મુકાયા હતા, પરંતુ છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા વરસાદના કારણે સરહદી વિસ્તારના ખેતરોમાં ઉભેલા પાકને નવું જીવતદાન મળ્યું છે. જેના કારણે હાલ સરહદી વિસ્તારના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. આમ તો બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના ખેડૂતો છેલ્લા ઘણા સમયથી અને આફતોથી મોટું નુકસાન વેઠી રહ્યા છે. સારા ઉત્પાદનની આશાએ ખેડૂતએ પોતાના ખેતરોમાં મોંઘાદાટ બિયારણો લાવી વાવેતર કર્યું હતું, જે બાદ વરસાદ ન થતા ખેડૂતોમાં પોતાના પાકને લઈને ચિંતા ઊભી થઈ હતી અને મેઘરાજાને વરસવા માટે પ્રાર્થના કરી રહ્યા હતા.

છેલ્લા બે દિવસથી વરસી રહેલા સારા વરસાદના કારણે હાલ ખેડૂતોમાં ફરી એકવાર પોતાના પાકને લઈ સારા ઉત્પાદનની આશા જાગી છે અને છેલ્લા ઘણા વર્ષોથી નુકસાન વેઠી રહેલા સરહદી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. સરહદી બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં બે દિવસથી વરસી રહેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતા. જેના કારણે અહીંથી પસાર થતા સ્થાનિકો અને ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

ABOUT THE AUTHOR

...view details