ગુજરાત

gujarat

ETV Bharat / state

સરકાર દ્વારા મગફળી ખરીદીની તારીખ જાહેર થતાં ખેડૂતો ખુશ

ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં મગફળી ખરીદવાની જાહેરાત થતા જ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. પરંતુ સરકાર દ્વારા નિયમોનુસાર મગફળીની ખરીદી કરવામાં આવે તો જ સાચા ખેડૂતની મગફળી ખરીદી થઈ શકે તેમ છે.

સરકાર દ્વારા મગફળી ખરીદીની તારીખ જાહેર થતાં ખેડૂતો ખુશ
સરકાર દ્વારા મગફળી ખરીદીની તારીખ જાહેર થતાં ખેડૂતો ખુશ

By

Published : Sep 15, 2020, 10:37 PM IST

બનાસકાંઠાઃ ગુજરાત સરકાર દ્વારા ફરી એકવાર ખેડૂતોની મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકાર આગામી 21 ઓક્ટોબરથી ગુજરાત અન્ન અને નાગરિક પુરવઠા નિગમના માધ્યમથી મગફળીની ટેકાના ભાવે સરકાર ખરીદી કરશે. 21 ઓક્ટોબરથી સરકાર દ્વારા 1055 રૂપિયા પ્રતિ મણના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે અને આ ખરીદી આગામી ત્રણ માસ સુધી ચાલુ રહેશે.

સરકાર દ્વારા મગફળી ખરીદીની તારીખ જાહેર થતાં ખેડૂતો ખુશ

ત્યારે સરકાર દ્વારા આ વર્ષે મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત બાદ ખરીદી શરૂ થાય તે પહેલા જ ખેડૂતોએ કેટલાક સવાલો ઊભા કર્યા છે. દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા દરેક તાલુકામાં મગફળી ખરીદી કરવામાં આવે છે. દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા નાફેડના માધ્યમથી ખેડૂતોની મગફળી ખરીદવામાં આવે છે. પરંતુ સરકાર દ્વારા દર વર્ષે ટેકાના ભાવે મગફળીની ખરીદી મોડે-મોડે શરૂઆત કરવામાં આવતા મોટાભાગના ખેડૂતોને મગફળી વેચાઈ ગઇ હોય છે, જેના કારણે મોટાભાગની મગફળી બજારના વેપારીઓ દ્વારા ભરાવવામાં આવે છે.

સરકાર દ્વારા મગફળી ખરીદીની તારીખ જાહેર થતાં ખેડૂતો ખુશ

ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવામાં પણ ખેડૂતોને ચાર-ચાર દિવસ પોતાનો મગફળીનો માલ લઈને માર્કેટયાર્ડમાં ઉભુ રહેવું પડે છે, જેના કારણે ખેડૂતોને પોતાની મગફળી વેચવા માટે ભારે હેરાન થવું પડે છે. સરકાર દ્વારા ખેડૂતોને 2500 કિલોથી વધુ મગફળી ટેકાના ભાવે ખરીદવામાં આવશે નહીં, તેવી જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ડીસામાં મોટાભાગે ખેડૂતો દર વર્ષે મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કરે છે. ત્યારે સરકાર 2500 કિલોની ખરીદી કરતા વધારો કરે તો ખેડૂતોને વધારાની મગફળી બહાર વેચવાની જરૂર ન પડે ત્યારે ખેડૂતોના અનેક સવાલો વચ્ચે સરકાર તાત્કાલિક ધોરણે નિયમ અનુસાર દરેક તાલુકા પ્રમાણે મગફળીની ખરીદી કરે તો જ સાચા ખેડૂતોની મગફળી સરકાર સુધી પહોંચી શકે તેમ છે.

સરકાર દ્વારા મગફળી ખરીદીની તારીખ જાહેર થતાં ખેડૂતો ખુશ

ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલી મગફળીની ટેકાના ભાવ ખરીદી કરવાની જાહેરાતને આવકારી રહ્યા છે. પરંતુ સાથે-સાથે પોતાના મંતવ્યો પણ જણાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે સરકાર દ્વારા મગફળીની ખરીદી કરવાની કરાયેલી જાહેરાત ખૂબ જ મોડી છે અને ખરીદીની તારીખ વહેલી કરવી જોઇએ અને મગફળીની ખરીદી બાદ ખેડૂતોને ઝડપી વળતર આપવું જોઇએ. જેથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ચોમાસુ મગફળીની આવકથી રવિ પાકનું વાવેતર સમયસર કરી શકે અને જો તેમ કરવામાં નહીં આવે તો સ્થાનિક ખેડૂતોને રવિ પાકના વાવેતરમાં પણ વિલંભ થશે અને તે વિલંબથી એકવાર ફરી ખેડૂતોને આગામી સમયમાં નુકશાન સહન કરવાનો વારો આવશે.

સરકાર દ્વારા મગફળી ખરીદીની તારીખ જાહેર થતાં ખેડૂતો ખુશ

ABOUT THE AUTHOR

...view details