બનાસકાંઠાના ડીસા APMCમાં મગફળીનો સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી બનાસકાંઠા:ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં મગફળીનુ વાવેતર ખેડૂતોએ મોટા પ્રમાણમાં કર્યું હતું. મગફળીનું વાવેતર કર્યા બાદ ખેડૂતોને અનેક કુદરતી આફતનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ તેમ છતાં પણ બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે સારું એવું મગફળીમાં ખેડૂતોને ઉત્પાદન મળ્યું છે.
"ડીસા APMCમાં મગફળીની આવક તારીખ 30/09/2023 ના રોજ શરૂ થઈ છે. જેમાં ગત વર્ષે મગફળીની આવક 16,5,458 બોરી આવક નોંધાઇ હતી. ભાવ પ્રતિ 20 કિલોએ 971 થી 1451 રૂપિયા હતો. ત્યારે ચાલુ વર્ષે મગફળીનો ભાવ 1250 થી 1581 રૂપિયા સુધીનો ભાવ છે. હાલમાં ડીસા APMC ખાતે દૈનિક 40,000 થી 45,000 બોરીની આવક થાય છે. સરકારે ટેકાના ભાવ 1273 રૂપિયા જાહેર કરેલા છે. પરંતુ ખેડૂતો ત્યાં મગફળી નોધાવતા નથી .કારણ કે ખેડૂતોને અહીંથી રોકડા રૂપિયા અને સારો ભાવ મળી રહ્યો છે."-- અમરતભાઈ જોશી (ડીસા APMCના સેક્રેટરી)
બનાસકાંઠાના ડીસા APMCમાં મગફળીનો સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી
મગફળીના ભાવમાં ઉછાળો:શરૂઆતમાં ખેડૂતોને 1400 રૂપિયા જેટલો મગફળીમાં ભાવ મળતો હતો. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી ડીસા માર્કેટયાર્ડમાં મગફળીના ભાવમાં ઉછાળો આવ્યો છે. ત્યારે ખેડૂતોને મગફળીમાં 1600 રૂપિયા જેટલો ભાવ મળતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. ગત વર્ષે જે ખેડૂતોને માત્ર 951થી 1451 રૂપિયા જેટલો ભાવ મગફળીમાં મળ્યો હતો. તે ખેડૂતોને આ વર્ષે 1550 થી 1600 રૂપિયા જેટલો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ બીજી તરફ જે પ્રમાણે સતત ડીસા તાલુકામાં વરસાદ પડ્યો તેના કારણે ક્યાંક ને ક્યાંક મગફળી ભીની થવાના કારણે ખેડૂતોને થોડું ઘણું નુકસાન જોવા મળી રહ્યું છે.
40,000 થી 45,000 બોરી મગફળીની આવક: ડીસા માર્કેટયાર્ડમાં રોજની 40,000 થી 45,000 બોરી મગફળીની આવક નોંધાઈ રહી છે. જેનું મુખ્ય કારણ છે કે બહારના રાજ્યોમાં આ વર્ષે પડેલા ભારે વરસાદના કારણે મગફળીના પાકમાં મોટું નુકસાન થયું છે. જેના કારણે સતત ડીસાની મગફળીના ભાવ ઊંચા જઈ રહ્યા છે. બીજી તરફ બહારના 13 જેટલા દિવસોમાં ડીસાની મગફળીના દાણાની હાલ માંગ વધી છે. જેના કારણે પણ સતત દિશાના ખેડૂતોને મગફળીના સારા ભાવ મળી રહ્યા છે.
ખેડુતોએ આપી માહિતી:આજે અમારી મગફળી લઈને ડીસા APMC ખાતે મગફળી વેચવા માટે આવ્યા છીએ. અહીં આગળ સારો ભાવ મળી રહ્યો છે. આમ તો સરકારશ્રી તરફથી ટેકાના ભાવે મગફળી નોંધવાનું ચાલુ કર્યું છે. પરંતુ તેમાં 1,250 જેટલો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. અહીં ડીસા APMC માં 1250 થી 1600 રૂપિયા સુધીનો અમને ભાવ મળી રહ્યો છે. ત્યાં આગળ ટેકાના ભાવે મગફળી વેચીએ તો જલ્દી રૂપિયા મળતા નથી. જેથી બીજી ખેતી કરવામાં રૂપિયાની જરૂર તાત્કાલિક પડે છે અને જેમાં અમને ખૂબ મુશ્કેલી પડે છે.
- Soaked Peanuts Benefits: દરરોજ સવારે પલાળેલી મગફળી ખાવાનું શરુ કરી દો, પછી જુઓ તેના ફાયદા
- Bhavnagar Agriculture : ભાવનગરમાં સવા ચાર લાખ હેક્ટરમાં વાવેતર, ખેડૂતોને કયા પાકમાં સૌથી વધુ ભાવની અપેક્ષા જૂઓ