- બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે 66 હજાર હેક્ટરમાં બટાકાનું વાવેતર
- બટાટામાં ભાવના મળતાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો
- ડીસાના કોલ્ડ સ્ટોરેજ માલિકો પર વધુ એક આફત
બનાસકાંઠા: ડીસા તાલુકામાં સૌથી વધારે બટાકાની ખેતી થાય છે. ત્યારે બટાકાનો સંગ્રહ કરવા માટેના કોલ્ડ સ્ટોરેજના લોન ખાતા NPA થતા બેન્ક દ્વારા સીલ કરી દેવામાં આવ્યા હતા. જેથી ખેડૂતો દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને લોન ખાતા સીલ ન કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.
આ પણ વાંચો:બટાકામાં ભયંકર મંદી વચ્ચે પણ બનાસકાંઠાના 20 ટકા ખેડૂતોને મળ્યાં બજારભાવથી પણ ડબલ ભાવ
આ વર્ષે 66 હજાર હેક્ટરમાં બટાટાનું વાવેતર
જિલ્લાના ડીસા તાલુકામાં સૌથી વધુ બટાકાની ખેતી થતી હોવાથી ડીસાને બટાકાની નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. બટાકાના વાવેતરની શરૂઆત વર્ષો પહેલા બનાસ નદીમાંથી થઈ હતી. બનાસ નદી સૂકાઈ જતા ખેડૂતો બટાકાનું વાવેતર પોતાના ખેતર તરફ લઈ ગયા હતા. છેલ્લા પાંચ વર્ષથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો બટાકાના ભાવમાં મંદી ભોગવતા હતા. ત્યારે આ વર્ષે બટાકાના સારા ભાવ આવતા ખેડૂતોએ મોંઘાદાટ બિયારણો લાવીને પોતાના ખેતરમાં વાવેતર કર્યું હતું. ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં 66 હજાર હેક્ટરમાં બટાટાનું વાવેતર થયુ છે.
આ પણ વાંચો:બટાકાના ઉત્પાદનનું હબ વિજાપુરમાં ખેડૂતોને ભાવ ન મળતા નિરાશ
ડીસાના કોલ્ડ સ્ટોરેજ માલિકો પર વધુ એક આફત
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી બટાકામાં વારંવાર મંદીના કારણે અનેક ખેડૂતો અને વેપારીઓને મોટું નુકસાન થયું છે. તેમાંથી કોલ્ડ સ્ટોરેજના માલિકો પણ બાકાત રહ્યા નથી. આ કોલ્ડ સ્ટોરેજ માલિકોના લોન ખાતા NPA થતા બેન્કો દ્વારા હવે કોલ્ડ સ્ટોરેજ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ આ વર્ષે બટાકાનું મબલખ ઉત્પાદન થતા મોટા ભાગના કોલ્ડ સ્ટોરેજ હાઉસ ફૂલ થઈ ગયા છે. જ્યારે બીજી તરફ જે કોલ્ડ સ્ટોરેજમાં બટાટા મૂકવામાં આવ્યા છે, એવા પણ કેટલાક સ્ટોરેજને બેન્ક દ્વારા સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવશે, તેવી માહિતી મળતા સ્ટોરેજમાં જે ખેડૂતોના બટાકા પડ્યા હતા, તેવા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. એક તરફ મંદીને કારણે ખેડૂતોને મોટુ નુકસાન થયું છે, તો બીજી તરફ હવે સ્ટોરેજમાં બટાકા પડ્યા હોય અને બેન્ક દ્વારા કાર્યવાહી કરવામાં આવે તો ખેડૂતોને વધારે નુક્સાન થાય તેમ છે.
આ પણ વાંચો:અરવલ્લી બન્યું પ્રોસેસિંગ બટાકા માટેનું હબ