ગુજરાત

gujarat

ETV Bharat / state

પાલનપુરમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતનો વિરોધ કરનારને ખેડૂતોએ ઢીબી નાખ્યો - rakesh tikait gujarat visit

આજે રવિવારે ખેડૂત આંદોલનકારી રાકેશ ટિકૈત બનાસકાંઠા જિલ્લાની મુલાકતે હતા. ત્યારે તેઓ પાલનપુર સભા સંબોધન કરવા પહોંચતા રસ્તામાં ભાજપના પૂર્વ નગરસેવકે કાળા વાવટા ફેરવી વિરોધ કરવા જતાં ખેડૂતોએ તેની મારપીટ કરી હતી.

પાલનપુર
પાલનપુર

By

Published : Apr 4, 2021, 7:39 PM IST

Updated : Apr 6, 2021, 2:08 PM IST

  • ખેડૂત નેતા રાકેશ ટીકૈતનો બનાસકાંઠા પ્રવાસ
  • ઠેર ઠેર બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ સ્વાગત કર્યું
  • ખેડૂત આંદોલનકારીની સભામાં ભાજપના પૂર્વ નગરસેવકની મારપીટ

બનાસકાંઠા:ખેડૂત આંદોલનકારી રાકેશ ટીકૈત આજે રવિવારે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. જ્યાં સવારે આબુરોડ પહોંચતા જ તેમનું ખેડૂતો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ રાકેશ ટીકૈત રેલી કરી અંબાજી પહોંચ્યા હતા, જ્યાં અંબાજી માતાના દર્શન કરી ખેડૂતો સાથે મુલાકત કરી હતી. જે બાદ રાકેશ ટીકૈત અંબાજી દર્શન કરી પાલનપુર ખાતે ખેડૂતોની સભા કરવા માટે નીકળ્યા હતા.

રાકેશ ટીકૈતના આગમનનો વિરોધ કરનારની ખેડૂતોએ કરી મારપીટ

આ પણ વાંચો:જીંદ કિસાન મહાપંચાયતનો સ્ટેજ તુુટ્યો, રાકેશ ટિકૈત પડ્યા

ખેડૂત આંદોલનકારીની સભામાં ભાજપના પૂર્વ નગરસેવકની ધુલાઈ

ગુજરાતમાં ખેડૂતોની વેદના સાંભળવા અને ન્યાય અપાવવા માટે આજે ખેડૂતોના આંદોલનકારી નેતા રાકેશ ટીકૈત આજે બનાસકાંઠામાં આવ્યા હતા. જ્યાં અંબાજીમાં માં અંબાના દર્શન કર્યા બાદ તેઓ પાલનપુર ખાતે ખેડૂતો સાથે સંવાદ કરવા પહોંચ્યા હતા. જો કે, રાકેશ ટીકૈત આવ્યા તે સમયે પાલનપુરમાં ભાજપના કાર્યકર વિરોધ દર્શાવવા જતા ખેડૂતોએ તેની મારપીટ કરી હતી. રાકેશ ટીકૈતનો વિરોધ કરવા જતા પાલનપુરના પૂર્વ નગરસેવક અશિલોક પુરોહિતને લોકોએ ઝડપી તેની મારપીટ કરી હતી. જો કે, તરત જ પોલીસે આવી તેને લોકોના ટોળામાંથી બચાવ્યો હતો અને તેની અટકાયત કર્યા બાદ છોડી મુકાયો હતો. ભાજપના કાર્યકરની આવી કરતૂત સામે ખેડૂતોએ રોષ ઠાલવ્યો હતો.

આ પણ વાંચો:ગુજરાત હજું કેદમાં છે, ગુજરાતને આઝાદ કરીશુંઃ કિસાન સંઘ નેતા રાકેશ ટીકૈત

Last Updated : Apr 6, 2021, 2:08 PM IST

ABOUT THE AUTHOR

...view details