ગુજરાત

gujarat

ETV Bharat / state

દાંતા APMCમાં મગફળી વેચવામાં ખેડૂતોને નથી રસ, જાણો કેમ - Support Prices

ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને માવઠાના મારને લઈ સરકારે ખેડૂતો દ્વારા પકલવેલી મગફળીના પોષણક્ષમ ટેકાના ભાવો રૂપિયા 1110 જાહેર કરવા છતાં દાંતા તાલુકામાં ટેકાના ભાવ માટે રસાકશી (Banaskantha Magfali Vechan) જોવા મળી છે. ટેકાના ભાવે મગફળી વેચવા માટે દાંતા તાલુકામાં 234 ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું, છતાં એક પણ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચી જ નહીં છતાં આ વિસ્તારનો ખેડૂત ખુશ જોવા મળ્યો.

બનાસકાંઠા: એક પણ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચી નહીં છતાં આ વિસ્તારનો ખેડૂત ખુશ જોવા મળ્યો
બનાસકાંઠા: એક પણ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચી નહીં છતાં આ વિસ્તારનો ખેડૂત ખુશ જોવા મળ્યો

By

Published : Nov 27, 2021, 5:50 PM IST

  • સરકારે મગફળી ખરીદી માટે રૂપિયા 1110નો ટેકાનો ભાવ જાહેર કર્યો હતો
  • દાંતા તાલુકામાં 234 ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું
  • એક પણ ખેડૂતો એ ટેકાના ભાવે મગફળી વેંચી જ નહીં

બનાસકાંઠા: ચાલુ વર્ષે ખેડૂતો દ્વારા પકવેલી મગફળી યોગ્ય ભાવ સાથે સરકાર ખરીદે તે માટે રૂપિયા 1110 નો ટેકાનો ભાવ જાહેર કર્યો હતો, જ્યાં ટેકાના ભાવ (Support Prices) વાળી મગફળીની ખરીદી સરકારી માલ ગોડાઉનમાં ખરીદાતી હતી, ત્યારે આ વખતે ટેકાના ભાવ વાળી મગફળી દાંતા ખેતીવાળી ઉત્પ્ન્ન બજાર સમિતિમાં (selling groundnuts in Danta APMC) જ રાખવામાં આવી હતી, પણ 234 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવી અને વહીવટી તંત્ર દ્વારા મગફળી વેચવા મેસેજ પણ કરાયા છતાં એક પણ ખેડૂતે ટેકાના ભાવમાં મગફળી જ ન વેચી. તેના બદલે માર્કેટયાડમાં ખાનગી વેપારીઓને માલ વેચવામાં રસ લઈ રહ્યા છે.

દાંતા APMCમાં મગફળી વેચવામાં ખેડૂતોને નથી રસ, જાણો કેમ

આ પણ વાંચો:બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પર આફત, બાજરીના પાકને નુકસાન - ભાવ પણ ઘટ્યા

ટેકાના ભાવ કરતા વધુ ભાવો મળતા ખેડૂતો ખુશ

ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવાના બદલે ખુલ્લા માર્કેટયાડમાં ખાનગી ટ્રેંડિંગોને પોતાની પાકેલી મગફળી વેચવામાં વધારે ઉત્સાહ બતાવી રહ્યા છે, જ્યાં ખેડૂતોને ટેકાના ભાવ કરતા વધુ ભાવો મળતા ખેડૂત ખુશ જોવા મળી રહ્યો છે, એટલું જ નહીં સરકારને ટેકાના ભાવે મગફળી વેચવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

ટેકાના ભાવ કરતા વધુ ભાવે વેચી રોકડા રૂપિયો મેળવી રહ્યા છે

મગફળીના વેચાણ બાદ તેનું પેમેન્ટ પણ મોડા આવે છે ને ક્યારેક માલ રિજેક્ટ થતા ખેડૂતોને ભારે નુકશાનીનો સામનો કરવો પડે છે ત્યારે હાલ ખાનગી વેપારીઓને તમામ પ્રકારનો માલ ટેકાના ભાવ કરતા વધુ ભાવે વેચી રોકડા રૂપિયો મેળવી રહ્યા છે. જ્યાં ટેકાનો ભાવ રુ.1110નો છે, ત્યારે ખુલ્લા બજારમાં 1100થી રૂપિયા 1350 સુધીનો ભાવ હાલ ખેડૂતો મેળવી રહ્યા છે, જ્યાં તેમને લાઈનમાં નથી રહેવું પડતું કે પછી કોઈ જ પ્રકારના સેમ્પલિંગ કરાયા વગર જ સીધેસીધો માલ વેચી રોકડા રૂપિયા મેળવી રહ્યા છે.

આ પણ વાંચો:બનાસકાંઠા : પૂર્વ ધારાસભ્ય શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને વાવ APMC ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

ખેડૂતો જાહેર હરાજીમાં પોતાની મગફળી વેચી રહ્યા છે

એટલું જ નહીં હાલમાં કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતોનો પાક પલળી ગયો હતો. જે માલ સરકારી તંત્ર દ્વારા સ્વીકારાતો નથી અને ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે ખેડૂતો જે માલ માર્કેટયાડના ખુલ્લા બજારમાં વેચી રહ્યા છે તેમને તમામ પ્રકારનો માલ વેચાઈ રહ્યો છે સાથે નુકશાનીના બદલે ટેકાના ભાવ કરતા વધુ ભાવ મળતા હોવાથી ખેડૂતો જાહેર હરાજીમાં પોતાની મગફળી વેચી રહ્યા છે. એટલું જ નહીં હાલમાં પરિસ્થિતિ પ્રમાણે સરકારે મગફળીના ટેકાના ભાવ ઓછા રાખ્યા છે ત્યારે બજાર ઊંચો હોવાથી સરકારે ટેકાના ભાવ પણ ઉંચા જાહેર કરવા માંગ કરી હતી.

ખાનગી વેપારીઓને પોતાનો માલ વેચવાનો વધુ હિતાવહ માની રહ્યા છે

જોકે દાંતા તાલુકો મહત્તમ આદિવાસી અને પછાત વિસ્તાર માનવામાં આવે છે જ્યાં ખાસ કરી ખેતીવાળી અને પશુપાલન સાથે સંકળાયેલા લોકો વધુ રહેતા હોય છે, અને તેવામાં પોતાના જ પાક ઉપર પોતાનું જીવન ગુજરાન ચલાવવું પડે છે ત્યારે કુદરતની માર સામે બચવા ખેડૂતો સરકારી તંત્રને નહીં પણ ખાનગી વેપારીઓને પોતાનો માલ વેચવાનો વધુ હિતાવહ માની રહ્યા છે. હાલમાં પરિસ્થિતિ પ્રમાણે સરકારે મગફળીના ટેકાના ભાવ ઓછા રાખ્યા છે ત્યારે બજાર ઊંચો હોવાથી સરકારે ટેકાના ભાવ પણ ઉંચા જાહેર કરવા માંગ કરી

ABOUT THE AUTHOR

...view details