- બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે વર્ષથી પાણીની અછત
- નહિવત વરસાદના કારણે પાણીના તળ ગયા ઉડા
- વરસાદના વહેતા પાણી (Rainwater)નો ઉપયોગ કરી ખેડૂતો કરશે ખેતી
- બનાસકાંઠા જિલ્લામાં પાણીની અછત
બનાસકાંઠાઃ જિલ્લામાં છેલ્લા બે વર્ષથી નહિવત વરસાદને કારણે પાણીની મોટી અસર જાય છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં દર વર્ષે પાણીની સૌથી વધુ અછત સર્જાય છે. સરહદી વિસ્તારમાં લોકોને ખેતી કરવા માટે પાણીની તો વાત તો દૂર રહી પરંતુ પાણી પીવા માટે પણ કિલોમીટર દૂર જવું પડે છે. વર્ષોથી બનાસકાંઠા જિલ્લામાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે, ત્યારે છેલ્લા બે વર્ષથી બનાસકાંઠા જિલ્લામાં નહિવત વરસાદના કારણે અનેક તાલુકાઓમાં પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. બનાસકાંઠા જિલ્લો વર્ષોથી ખેતી સાથે સંકળાયેલા જિલ્લો છે. જેથી સતત ખેતરોમાં બોર બનાવી ખેડૂતો ખેતી કરી રહ્યા છે. જેના કારણે દિવસે દિવસે પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે, ત્યારે હાલમાં પાણીના તળ 1200 ફૂટ ઉંડા જતાં કપરી પરિસ્થિતિ ઊભી થઇ છે.
આ પણ વાંચોઃડાંગ જિલ્લાના ખેડૂત દ્વારા ખેતી ક્ષેત્રે નવું શાહસ, મત્સ્ય ઉદ્યોગ શરૂ કરી આત્મ નિર્ભર બન્યાં
ખેડૂતોએ ખેત તલાવડી બનાવી સ્વખર્ચો કાર્ય શરૂ કર્યું
બનાસકાંઠા જિલ્લો હંમેશા પાણીની તંગીનો સામનો કરતો આવ્યો છે અને છેલ્લા કેટલાક વર્ષોથી ઓછા વરસાદને કારણે કેટલાય વિસ્તારોમાં સિંચાઈની વાતતો ત્યા રહી પીવાના પાણી માટે પણ લોકોએ દૂર દૂર સુધી ચાલીને પાણી માટે જવું પડે છે. એવામાં ડીસા તાલુકાના નાગફળા ગામમાં એક જાગૃત ખેડૂતે સરકાર કે, કુદરત સામે લાચાર બનીને મદદ માગવાના બદલે ચોમાસામાં વેડફાતા પાણીનો સંગ્રહ કરીને આખું વર્ષ ખેતી કરી શકાય તે માટે પોતાના ખેતરમાં કાર્ય હાથ ધર્યું છે અને આ કાર્ય એટલે જાતે જ ખેત તલાવડી બનાવવાનું કાર્ય. બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી આ ગામના અનેક ખેડૂતોએ પોતાના ખેતરમાં જાતે ખેત તલાવડી બનાવી છે. આ ખેત તલાવડીમાં ચોમાસામાં વહી જતાં પાણીનો સંગ્રહ થશે અને તે જ પાણીથી આખું વર્ષ ખેતરમાં ખેતીમાં ઉપયોગ થશે, ત્યારે ચોક્કસથી કહી શકાય જે પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં નહિવત વરસાદના કારણે પાણીના તળ ઉંડા જઈ રહ્યા છે. તેને બચાવવા માટે હાલ ડીસા તાલુકાના ખેડૂતો ખેત તલાવડી બનાવી સ્વખર્ચો કાર્ય કરી રહ્યા છે.
આ પણ વાંચોઃગોધરા વન વિભાગ દ્વારા ખેત તલાવડી બનાવી પાણીનો સંગ્રહ કરવાનો નવતર પ્રયોગ