ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડૂત ચોપાલ: મગફળીના ટેકાના ભાવે ખરીદી અંગે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની પ્રતિક્રિયા - મગફળીના ટેકાના ભાવે ખરીદી

બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે મગફળી (Gujarat farmet purchase of groundnut )ના વાવેતર થયા હતા, અનેક તાલુકાઓમાં વરસાદી ઝાપટાના કારણે ખેડૂતોને મગફળીના પાકમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો તેમ છતાં પણ બનાસકાંઠા જિલ્લામાં આવેલી માર્કેટ યાર્ડમાં હાલ ખેડૂતો મોટી સંખ્યામાં બજારમાં મગફળી વેચવા માટે મજબૂર થયા છે, જેનું કારણ છે કે, સરકાર દ્વારા જે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે, તેના કરતાં બજારમાં વ્યાપારીઓ વધુ ભાવ આપવાના કારણે હાલમાં ખેડૂતો બજારમાં મગફળી વેચી રહ્યા છે.

ખેડૂત ચોપાલ: મગફળીના ટેકાના ભાવે ખરીદી અંગે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની પ્રતિક્રિયા
ખેડૂત ચોપાલ: મગફળીના ટેકાના ભાવે ખરીદી અંગે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની પ્રતિક્રિયા

By

Published : Nov 11, 2021, 6:24 PM IST

  • સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાઈ
  • સરકાર દ્વારા સમયસર પૈસા ના આપતા અને વારંવાર ધક્કાના કારણે ખેડૂતો પરેશાન
  • ટેકાના ભાવ કરતા બજારમાં સારા ભાવના કારણે ખેડૂતો બજારમાં વળ્યાં

ડીસા: બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે મગફળીના વાવેતર થયા હતા, અનેક તાલુકાઓમાં વરસાદી ઝાપટાના કારણે ખેડૂતોને મગફળીના પાકમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો તેમ છતાં પણ બનાસકાંઠા જિલ્લામાં આવેલી માર્કેટ યાર્ડમાં હાલ ખેડૂતો મોટી સંખ્યામાં બજારમાં મગફળી (Gujarat farmet purchase of groundnut ) વેચવા માટે મજબૂર થયા છે, જેનું કારણ છે કે, સરકાર દ્વારા જે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે, તેના કરતાં બજારમાં વ્યાપારીઓ વધુ ભાવ આપવાના કારણે હાલમાં ખેડૂતો બજારમાં મગફળી વેચી રહ્યા છે.

ખેડૂત ચોપાલ: મગફળીના ટેકાના ભાવે ખરીદી અંગે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની પ્રતિક્રિયા

બનાસકાંઠા જિલ્લામાં મગફળીનું મબલક વાવેતર

બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે મગફળીનું મબલખ વાવેતર થયું હતું છેલ્લા ઘણા વર્ષોથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને મગફળીના સારા ભાવ મળતા આવવાના કારણે ખેડૂતોએ મગફળીનું વાવેતર વધાર્યું હતું. બીજી તરફ સરકાર દ્વારા પણ ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવતા જિલ્લામાં મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર થવા પામ્યું હતું. આ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકાઓમાં સારું એવું મગફળીનું વાવેતર થયું હતું, જેમાં સૌથી વધુ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં મગફળીનું વાવેતર થયું હતું. ચાલુ વર્ષે પડેલા ભારે વરસાદના કારણે મોટાભાગના તાલુકાઓમાં ખેડૂતોને મગફળીના પાકમાં નુકસાન વેઠવાનો વારો પણ આવ્યો હતો, પરંતુ તેમ છતાં પણ ખેડૂતો આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં મગફળીનું સારુ ઉત્પાદન મેળવી રહ્યા છે.

સારા ભાવના કારણે ખેડૂતો બજારમાં વળ્યાં

માર્કેટયાર્ડ મગફળીથી ઉભરાયા

બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે મગફળીનું સૌથી વધુ ઉત્પાદન ડીસા તાલુકામાં થવા પામ્યું હતું. જેના કારણે આ વર્ષે માર્કેટ યાર્ડ મગફળીની આવકથી ઉભરાઇ રહી છે અત્યાર સુધીના ઇતિહાસમાં એક દિવસમાં એક લાખથી પણ વધુ મગફળીની આવક ડીસા માર્કેટયાર્ડમાં નોંધાઇ હતી, જેના કારણે ડીસા માર્કેટયાર્ડમાં ચારે બાજુ હાલ મગફળી લઈને આવતા ખેડૂતો નજરે પડી રહ્યા છે. સવારથી જ ડીસા માર્કેટ યાર્ડમાં મગફળીની હરાજી શરૂ થતાની સાથે જ ખેડૂતો મોટીસંખ્યામાં મગફળીના પાકની સારા ભાવમાં હરાજી કરવા માટે જોડાઈ જતા હોય ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે શરૂઆતના દિવસોમાં જ મગફળીની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે. જેના કારણે ગત વર્ષ કરતાં આ વર્ષે હજુ પણ મગફળીની આવક વધે તેવું માર્કેટ યાર્ડના સેક્રેટરી જણાવી રહ્યા છે.

સારા ભાવના કારણે ખેડૂતો બજારમાં વળ્યાં

સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ

સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવની જાહેરાત કરવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી સરકાર દ્વારા ચોમાસુ મગફળીના ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે અને ખેડૂતો ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરી પોષણક્ષમ ભાવો મળતા હોય છે, પરંતુ આ વર્ષની વાત કરવામાં આવે તો આ વર્ષે ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવાનું ટાળી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં પણ લાભપાંચમથી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની શરૂઆત થઇ ચૂકી છે અને આજે ટેકાના ભાવે મગફળી ખરીદવાનો ત્રીજો દિવસ હોવા છતાં હજુ સુધી એક પણ ખેડૂત મગફળી કેન્દ્ર ઉપર પોતાની વેચાણ કરવા માટે આવ્યો નથી. આ વર્ષે ખુલ્લા બજારમાં મગફળીના ભાવો ખૂબ જ સારા છે અને ટેકાના ભાવ કરતાં પણ વધુ ભાવ મળતા હોવાથી ખેડૂતો પોતાની મગફળી ખુલ્લા બજારમાં વેચી રહ્યા છે અને તેના કારણે ટેકાના ભાવે મગફળી વેચવાનું ટાળી રહ્યા છે.

સારા ભાવના કારણે ખેડૂતો બજારમાં વળ્યાં

આ પણ વાંચો:મગફળીના ઊંચા ભાવથી ખેડૂત ખુશ, ઉત્પાદન ઓછું થતાં ટેકાના ભાવ વધારવા માંગ

બજારમાં 1200થી 1300 રૂપિયા જેટલો મગફળીનો ભાવ

ડીસા માર્કેટયાર્ડમાં મગફળીનાં સારા ભાવ મળતા ખેડૂતોએ મગફળીનું વેચાણ કર્યું હતું. માર્કેટયાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી લઈને વેચાણ કરવા માટે આવ્યાં હતાં. તેમજ ખેડૂતોને હજુ પણ મગફળીમાં સારા ભાવ મળે તે માટે માંગ કરી હતી. માર્કેટયાર્ડમાં સરકારનાં ટેકાના ભાવ કરતા બજારમાં ખેડૂતોને મગફળીનાં સારા ભાવ મળતા અત્યાર સુધી માર્કેટયાર્ડમાં 11 લાખ મગફળીની બોરીની આવક નોંધાઈ છે. હાલમાં ખેડૂતોને બજારમાં 1200થી 1300 રૂપિયા જેટલો મગફળીનો ભાવ મળી રહ્યો છે.

આ પણ વાંચો:ખેડૂત સંઘ દ્વારા ભારત બંધના એલાનને કારણે નોઈડામાં ભારે ટ્રાફિક જામ

ABOUT THE AUTHOR

...view details