- જિલ્લાના અનેક ગ્રામીણ વિસ્તારોમાં ગેરકાયદેસર દર્દીઓની કરવામાં આવે છે સારવાર
- ડિગ્રી વગરના ડોકટરોની હોસ્પિટલ પર થરાદ પોલીસની તપાસ
- તપાસ દરમિયાન ગેરકાયદેસર ઇન્જેક્શન અને દવાઓ આપતા ડૉક્ટરો ઝડપાયા
બનાસકાંઠાઃ જિલ્લામાં પણ પોલીસ દ્વારા નકલી ડોક્ટર સામે કાર્યવાહી શરૂ કરાઇ છે. જેમાં સરહદી વિસ્તારમાં પ્રેક્ટિસ કરતા નકલી ડોકટરોને પોલીસે ઝડપી પાડયા હતા. થરાદ ASP પૂજા યાદવ સહિત પોલીસની ટીમે ચુવા ગામે તપાસ હાથ ધરતા ત્યાં દશરથ ગોસ્વામી નામના નકલી ડોક્ટરને ઝડપી પાડયો હતો.
આ પણ વાંચોઃવડોદરામાં છેતરપિંડી કરતા નકલી ડોક્ટરને રાવપુરા પોલીસે ટ્રેપ ગોઠવી પકડી પાડ્યો
પોલીસે ત્રણેય ડોક્ટરો પાસેથી દવાઓનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
બાલુત્રી ગામેથી રમેશભાઈ સાધુ અને અસારા ગામેથી મહિપાલસિંહ ચૌહાણ નામના નકલી ડોક્ટરની અટકાયત કરી હતી. આ ત્રણેય નકલી ડોક્ટરો મકાન ભાડે રાખી કોઈપણ પ્રકારના પ્રમાણપત્ર કે ડીગ્રી વગર ડોક્ટર તરીકે નામ ધારણ કરી લોકોના સ્વાસ્થ્ય અંગે બેદરકારી ભર્યું કૃત્ય કરી ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટિસ કરતા હતા. લોકોને ઇન્જેક્શન અને એલોપેથી દવાઓ આપતા હતા. જેથી પોલીસે ત્રણેય ડોક્ટરો પાસેથી દવાઓનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અનેકવાર સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે