ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાદરવી પૂનમના માહોલ વચ્ચે અંબાજીમાં ધોઘમાર વરસાદ - વરસાદની ધમાકેદાર એન્ટ્રી

અંબાજીઃ યાત્રાધામમાં લાંબા વિરામ બાદ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. છેલ્લા કેટલાક સમયથી અંબાજીમાં ગરમીનો ભારે બફારો લોકોને સહન કરવો પડી રહ્યો હતો. બપોર બાદ એકાએક ભારે ગાજવીજ સાથે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતા લોકોએ ગરમીમાં આંશિક રાહત અનુભવી હતી.

અંબાજીમાં આજે લાંબા વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી

By

Published : Sep 6, 2019, 10:40 AM IST

છેલ્લા કેટલાક સમયથી અંબાજીમાં ગરમીનો ભારે બફારો લોકોને સહન કરવો પડી રહ્યો હતો. બપોર બાદ એકાએક ભારે ગાજવીજ સાથે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતા લોકોએ ગરમીમાં આંશિક રાહત અનુભવી હતી. ભારે વરસાદના પગલે મંદિર ચાચરચોકમાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. બજારોના માર્ગો પણ પાણીમાં ગરકાવ થયા હતા.

અંબાજીમાં આજે લાંબા વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી

વરસાદના કારણે કેટલીક દુકાનોમાં પણ વરસાદી પાણી ભરાયા હતા.જો કે, બીજી તરફ પડેલા ભારે વરસાદના પગલે વેપાર ઉપર પણ અસર થઈ શકે છે. હાઈવે માર્ગ ઉપર પણ ભારે પાણી ભરાતા અનેક વાહનો પાણીમાં ગરકાવ થતા વાહનો બંધ પડયા હતા. અને લોકો પણ ધક્કા મારી વાહનોને ખેંચી જવાનો પ્રયાસ કરતા જોવા મળ્યાં હતા.

ABOUT THE AUTHOR

...view details