ગુજરાતમાં આજે વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ પણ સવારથી જ મતદાનને લઈ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે થરાદ તાલુકાના જાણદી ગામમાં છેલ્લા એક કલાકથી EVM મશીન બંધ થતા મતદારોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
થરાદના જાનદી ગામમાં EVMમાં ખામી સર્જાઈ - મતદારોમાં ભારે રોષ
બનાસકાંઠા : થરાદમાં આજે વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે થરાદ તાલુકાના જાણદી ગામમાં EVM મશીનમાં ખામી સર્જાતા કલાકો સુધી મતદારો અટવાયા હતા.
![થરાદના જાનદી ગામમાં EVMમાં ખામી સર્જાઈ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4820425-thumbnail-3x2-uuuu.jpg)
etv bharat tharad
થરાદના જાનદી ગામમાં EVM મશીન બંધ
આજે સવારથી જ વૃદ્ધ મતદારો પણ મતદાન કરવા માટે આવ્યા હતા. અને છેલ્લા એક કલાક થી EVM મશીન ખોટકાતા મતદારો પરેશાન થયા છે. કલાકથી મશીન રીપેર કરવા છતાં પણ ચાલુ ન થતાં મતદારો પરેશાન થઈ ગયા છે. હાલ ટેક્નિકલ ટીમ EVM મશીનની રીપેરિંગ કામગીરી કરી રહી છે. મતદારોમાં ભારે રોષ જોવા મળ્યો છે.