બનાસકાંઠામાં કોરોનાના પોઝિટિવ કેસ આવતાં ગ્રામીણ વિસ્તારના જોડતા રસ્તા બંધ કરાયા - બનાસકાંઠામાં લોકડાઉન
બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસના બે પોઝિટિવ કેસ મળી આવતા ગઢ વિસ્તારના ગામોમાં ગ્રામપંચાયતો દ્વારા સ્વંયસેવકોની ટીમો બનાવી ચેકપોસ્ટો ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય ગામોને જોડતા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.
બનાસકાંઠાઃ ગઢ ખાતે ગ્રામપંચાયત દ્વારા ગામના યુવકોની ટીમ બનાવી ગઢમાં આવતા તમામ રસ્તાઓ ઉપર બેરીકેટ બનાવી દરેક વાહનો અને લોકોને ચેક કરવામાં આવી રહ્યા છે. એક ચેક.પોસ્ટ ઉપર 3 લોકો એમ રાત અને દિવસની અલગ અલગ ટીમ બનાવી સરકારના આદેશ અનુસાર કામગીરી કરવામાં આવી રહી છે. ગઢ ખાતે આવતા મુખ્ય પાંચ અને નાના રસ્તા ઉપર ચેકપોસ્ટો ઉભી કરી બહારથી આવતા વ્યકિતઓને પૂછપર઼છ કરી કારણ વગર નિકળ્યા હોય તો પોલીસનો સહકાર લઈ વાહનો ડીટેઈન કરાવવા સુધીની કામગીરી કરવામાં આવી રહી છે. તમામ લોકોને ચા , પાણીની સગવડ ગઢ સરપંચ અને ડેપ્યુટી સરપંચ દ્વારા કરવામાં આવી છે. તમામ સ્વયંસેવકોનુ વિલેજ કમીટી નામનુ વોટસઅપ ગૃપ બનાવી તમામ કામગીરીનુ અપડેટ રાખવામાં આવી રહી છે.