કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન બિલ બંને ગૃહમાંથી પસાર કરાવતા જ સમગ્ર દેશમાં CAA મામલે પ્રચંડ વિરોધ તો ક્યાંક તેને સમર્થન મળી રહ્યું છે, પરંતુ હકીકતમાં જે લોકો માટે આ કાયદો બનાવવામાં આવ્યો છે. તે લોકોની પાકિસ્તાનમાં શું પરિસ્થિતિ હતી, કેવા માહોલમાં તે લોકો રહેતા હતા, પાકિસ્તાનમાં કેવી પરિસ્થિતિઓના કારણે તેમને દેશ છોડવાની ફરજ પડી તે જાણવા ઈટીવીએ માટે પાકિસ્તાનથી આવીને બનાસકાંઠા જિલ્લામાં વસવાટ કરતા કેટલાક શરણાર્થી પરિવારની મુલાકાત લીધી હતી.
પાકિસ્તાનથી બનાસકાંઠા આવનાર મોટાભાગના હિંન્દુ શરણાર્થીઓ ખૂબ જ પીડિત હોય છે. પાકિસ્તાનમાં અનેક વર્ષોથી હિન્દુ પરિવારો યાતનાઓ ભોગવતા હોય છે. આખરે ના છૂટકે કંટાળી પાકિસ્તાન છોડી ભારત તરફ આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં પણ આવા અંદાજે ૮૦૦ થી ૧૦૦૦ જેટલા પરિવારો રહે છે. બનાસકાંઠા જિલ્લોએ ભારત અને પાકિસ્તાન બોર્ડર પર આવેલા છે. હિન્દુ શરણાર્થી પરિવારો પાકિસ્તાન છોડીને ભારતમાં આવીને વસવાટ કરે છે. જો કે, મોટાભાગના પરિવારો વર્ષો પહેલા અહીં આવ્યા હોવાથી જિલ્લામાં ખૂબ જ સારી રીતે સેટ થઈ ગયા છે.