પાલનપુર જંક્શનમાં ઈલેક્ટ્રીક સીડીની ભેટ
પાલનપુરઃ તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી લોકોને એક રેલ્વે ટ્રેક પરથી બીજા રેલ્વે ટ્રેક પર જવા માટે સીડીઓ મારફતે જવું પડતું હતું. જેના કારણે મુસાફરો અવારનવાર મુશ્કેલીઓનો સામનો કરતા હતા. પરંતુ આજે અમદાવાદ રેલવે વિભાગ દ્વારા ઈલેક્ટ્રીક સીડીઓનું કામકાજ હાથ ધરાતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો.
Banaskantha
પાલનપુર રેલ્વે સ્ટેશન જંકશન હોવાના કારણે મુસાફરોને એક જંકશનથી બીજા જંકશન પર જવા માટે ભારે હેરાનગતિનો સામનો કરવો પડતો હતો. જેમાં ખાસ કરીને વૃદ્ધો અને વિકલાંગોને હેરાન ગતીનો સામનો કરવો પડતો હતો. આ બાબતે બનાસકાંઠા જિલ્લાના પૂર્વ સાંસદ હરિભાઈ ચૌધરી અને સદભાવના ગ્રુપના હરેશભાઈ ચૌધરી તેમજ અન્ય મુસાફરોની રજૂઆતને ધ્યાનમાં લેતા આજરોજ પાલનપુર રેલવે સ્ટેશન ખાતે ઇલેક્ટ્રિક દ્વારા ચાલતી સીડીઓનું કામકાજ હાથ ધરવામાં આવ્યું હતું. જેને લઇ મુસાફરોમાં ખુશી જોવા મળી હતી.