ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠામાં બહારથી આવતા લોકોને આરોગ્ય વિભાગ દ્વારા કરાયા ક્વોરેન્ટાઇન - કોરોના વાઈરસ ન્યૂઝ

જિલ્લામાં કોરોના પોઝિટિવની સતત વધી રહેલી સંખ્યાને પગલે હવે આરોગ્ય વિભાગે સતર્કતાના ભાગરૂપે સરકારી કોરોન્ટાઇન અમલી બનાવી છે અને બહારથી આવતા લોકોને શાળાઓમાં રાખવામાં આવી રહ્યા છે.

બનાસકાંઠા
બનાસકાંઠા

By

Published : May 9, 2020, 3:38 PM IST

બનાસકાંઠાઃ જિલ્લામાં કોરોના પોઝિટિવની સતત વધી રહેલી સંખ્યાને પગલે હવે આરોગ્ય વિભાગે સતર્કતાના ભાગરૂપે સરકારી કોરોન્ટાઇન અમલી બનાવી છે અને બહારથી આવતા લોકોને શાળાઓમાં રાખવામાં આવી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ 13 એપ્રિલના સામે આવ્યો હતો, ત્યારથી લઈ અત્યારસુધી જિલ્લામાં 69 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્યા છે.

બનાસકાંઠામાં બહારથી આવતા લોકોને આરોગ્ય વિભાગ દ્વારા કરાયા કોરેન્ટાઈન

જિલ્લામાં ખૂબ જ ઝડપથી કોરોનાના પોઝિટિવ કેસ વધવાને કેન્દ્ર સરકારે પણ બનાસકાંઠા જિલ્લાને રેડ ઝોનમાં સામેલ કર્યો હતો. જિલ્લામાં અચાનક બહારથી આવતા લોકોની સંખ્યા વધતા પોઝિટિવ કેસોની સંખ્યામાં પણ ધરખમ વધારો થયો હતો. જેથી કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા અટકાવવા માટે બનાસકાંઠા જિલ્લામાં બહારથી આવતા લોકોને સરકારી શાળામાં મૂકવામાં આવી રહ્યા છે અને અહીં આવતા તમામ લોકોને આ શાળાઓમાં જ સંપૂર્ણ સુવિધા આપવામાં આવી રહી છે.

સરકારી કોરોન્ટાઇન થયેલા લોકોને કોરોન્ટાઇન સેન્ટર પાર માસ્ક ફરજિયાત કરી દેવામાં આવ્યા છે અને બંને ટાઈમ જમવાની સુવિધા સાથે શાળાઓમાં જ નહાવાની અને રોકાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આરોગ્ય વિભાગને આશા છે કે, તંત્ર દ્વારા ઉઠાવવામાં આવેલા આ કદમથી જિલ્લામાં કોરોનાના સંકરણને અટકાવવામાં સરળતા રહેશે.

ABOUT THE AUTHOR

...view details