ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસા ST ડેપોના કર્મચારીઓ બન્યા કોરોના વોરિયર્સ - ડીસા એસ.ટી ડેપોના કર્મચારીઓ બન્યા કોરોના વોરીયર્સ

લોકડાઉન દરમિયાન બેરોજગાર બનેલા પરપ્રાંતીય મજૂરોને હેમખેમ પોતાના વતન પહોંચાડી ડીસા બસ ડેપોના કર્મચારીઓ સાચા અર્થમાં કોરોના વોરિયર્સ સાબિત થયા છે.

ડીસા એસ.ટી ડેપોના કર્મચારીઓ બન્યા કોરોના વોરીયર્સ
ડીસા એસ.ટી ડેપોના કર્મચારીઓ બન્યા કોરોના વોરીયર્સ

By

Published : May 16, 2020, 5:15 PM IST

ડીસા: લોકડાઉન દરમિયાન બેરોજગાર બનેલા પરપ્રાંતીય મજૂરોને હેમખેમ પોતાના વતન પહોંચાડી ડીસા બસ ડેપોના કર્મચારીઓ સાચા અર્થમાં કોરોના વોરિયર્સ સાબિત થયા છે.

કોરોના જેવી મહામારીમાં પણ છેવાડાના માનવીને ઘરે પહોંચાડવાની જવાબદારી એસ.ટી તંત્ર દ્વારા નિભાવવામાં આવી રહી છે. ડીસા ડેપોના મેનેજર રમેશભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સ્ટેન્ડ ઇન્ચાર્જ શેખભાઈ, રમેશભાઈ દેસાઈ (આરકે) તેમજ પ્રવિણભાઇએ ડ્રાઇવરોના સતત સંપર્કમાં રહી ડીસાથી સુરત, અમરેલી, ધોળકા, ધંધુકા સહિત પરપ્રાંતિય મજૂરોને તેેમના વતન પહોંચાડવાની કઠીન ફરજ બજાવી છે.

આ ઉપરાંત ઉત્તર પ્રદેશ અને બિહારના શ્રમિકોને માદરે વતન પહોંચાડવાના સરકારના માનવીય અભિગમને પરીપૂર્ણ કરવા મામલતદારના સતત પરામર્શ અને સંકલનમાં રહી ડેપોના કર્મચારી કિરણભાઈ દવેએ શ્રમિકોને અગવડ ન પડે તે માટે સરળ, સુંદર અને સમયબદ્ધ સંચાલન થાય એ પ્રમાણે ડ્રાઈવરભાઈઓને શ્રેષ્ઠ ફરજનો ભાગ બનાવી આ કોરોના લડાઈ લડી બતાવી સાચી સેવાનો પરીચય આપ્યો છે.

સતત 45 દિવસથી ડેપો ખાતે ફરજ બજાવતા રણવીરસિહ, રમેશભાઈ દેસાઈ (આરકે), યુસુફભાઈ, વેરસીભાઈ જેવા ઘણા નામી અનામી કર્મચારીઓએ ખરા અર્થમાં કોરોના વોરીયર્સ બની દેશભક્તિનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

ABOUT THE AUTHOR

...view details