- બનાસકાંઠા જિલ્લામાં નવા ભાજપ જિલ્લા પ્રમુખની વરણી
- ઠેર ઠેર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરાયું
- બનાસકાંઠા જિલ્લાના વિકાસને વેગ મળશે
- બનાસકાંઠા જિલ્લામાં નવા ભાજપ જિલ્લા પ્રમુખની વરણી
પાલનપુરઃ તાજેતરમાં ગુજરાત સરકારના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા ભાજપ સંગઠનના નવા કાર્યકર્તાઓને નિમણૂંક કરવામાં આવી છે. જેમાં ભાજપ સંગઠનમાં રહી અને પક્ષને મજબૂત કરવા આજે 20 જેટલા ગુજરાતમાં નવા પ્રમુખ અને ઉપ પ્રમુખની નિમણૂંક કરવામાં આવી હતી. જેમાં બનાસકાંઠા જિલ્લા ખાતે છેલ્લા ઘણા સમયથી ભાજપ પાર્ટીમાં રહી નીડરતાથી કામ કરતા ગુમાનસિંહ ચૌહાણની બનાસકાંઠા જિલ્લા પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી હતી. આમ તો બનાસકાંઠા જિલ્લો એ કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લા પર કોંગ્રેસનું શાસન રહેલું છે, ત્યારે હવે જોવાનું એ રહેશે કે આવનારી વિધાનસભામાં ગુમાનસિંહ ચૌહાણ ભાજપને જીતાડવામાં કેવી ભૂમિકા ભજવી છે. પરંતુ હાલ તો બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે તેમની નિમણૂંક થતા બનાસકાંઠા જિલ્લા ભાજપ કાર્યકરોમાં ખુશી જોવા મળી રહી છે.
ઠેર-ઠેર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરાયું
બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ગુમાનસિંહ ચૌહાણની પસંદગી થતા બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ડીસા ખાતે બનાસકાંઠા જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણનું સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર ભાજપના વિજય મામલે ગુમાનસિંહ ચૌહાણે જનતાનો આભાર માન્યો હતો અને આ વિસ્તારની જનતા ઘણા સમયથી વિકાસથી વંચિત હતી અને ગુજરાતના મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનના નેતૃત્વમાં આ વિસ્તારનો ચોક્કસ વિકાસ થશે. તે માટે અહીંની પ્રજાએ આઠેય બેઠકો પર જીત અપાવી હોવાનું જણાવ્યું હતું. આ સિવાય બનાસકાંઠા જિલ્લામાં પણ હવે સ્થાનિક સ્તરે સંગઠન રચનાનું કામ ટૂંક સમયમાં જ પૂર્ણ થશે અને હોદ્દાઓ માટે લોબિંગ કરતા લોકોને પણ નવા નિમાયેલા પ્રમુખે નસીયત આપી હતી.